રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા15 જુલાઈ, 2026| Super Admin

ડીસા-ભીલડી હાઈવે લોહિયાળ બન્યો: ૬ કલાકમાં ૪ અકસ્માત વચ્ચે એકનું મોત

ડીસા-ભીલડી હાઈવે લોહિયાળ બન્યો: ૬ કલાકમાં ૪ અકસ્માત વચ્ચે એકનું મોત

હાઈવે ઓથોરિટી ડાયર્વઝનમાં ગંભીર બેદરકારી સામે આવી

ભીલડી થી ડીસા જતા નેશનલ હાઈવે પર હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. હાઈવે પર વડાવળ સુધી રિપેરિંગ કામ ચાલુ હોવા છતાં તંત્ર દ્વારા સુરક્ષાના કોઈ જ પગલાં ન લેવાતા માત્ર ૧૦ કિલોમીટરના ગાળામાં ૬ કલાકની અંદર ૪ ગંભીર અકસ્માતો સર્જાયા છે. આ ભયાનક અકસ્માતોની હારમાળામાં એક નિર્દોષ માણસે પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

​એક લાઈન બંધ કરવાના બદલે બંને તરફ વાહનો છોડાયા ​સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભીલડી થી વડાવળ સુધી હાઈવે રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. નિયમ અનુસાર જ્યારે રિપેરિંગ કામ ચાલતું હોય ત્યારે ડાયવર્ઝનના યોગ્ય બોર્ડ મારીને એક લાઈન બંધ કરવાની હોય છે. અને ટ્રાફિકને સુરક્ષિત રીતે ડાયવર્ટ કરવાનો હોય છે. પરંતુ અહીં હાઈવે ઓથોરિટી દ્વારા ડાયવર્ઝનનું કોઈ ઠેકાણું રાખવામાં આવ્યું ન હતું. અને બંને લાઈન ઉપર આડેધડ વાહનો દોડવા દેવામાં આવ્યા હતા, જે આ હોનારતોનું મુખ્ય કારણ બન્યું છે.

​માત્ર ૧૦ કિમીમાં સર્જાયેલી અકસ્માતોની હારમાળા દેખાઈ રહી છે સોતમલા પાટિયા પાસે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં મોટરસાયકલ પર જઈ રહેલા જેતુસિંહ ખાનજી રહે. વાતમ તાલુકો દીયોદર.વાળાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પુરાણ સિંહ અનોપજી વાઘેલાને ગંભીર ઈજાઓ થતાં 108 દ્વારા ડીસા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. લોકોને ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે એક ને ગંભીર ઇજાઓ થતા ૧૦૮ આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ​લોરવાડા પાસે ગાડીનો કચ્ચરઘાણ લોરવાડા નજીક પૂરપાટ ઝડપે જતી એક ગાડીએ બાઇક ચાલકને બચાવવા જતા અકસ્માત નડ્યો હતો, જેમાં ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ખેટવા ઇન્દ્રા નગર બ્રિજ ચડતી વખતે સ્વિફ્ટ અકસ્માત નડ્યો હતો. અને ગાડીને ભારે નુકસાન થયું હતું. તેમજ નવજીવન હોટલ પાસે અકસ્માત સર્જાયો હતો.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર