ઊંઝા તાલુકાના કહોડા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે કહોડા જિલ્લા પંચાયતમાં આવતા નાગરિકો માટે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. કહોડા ગામે યોજાયેલ શિબિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જેમાં ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આયુષ્માન ભારત યોજના, ગંગા સ્વરૂપ યોજના, લક્ષ્મી દીદી યોજના સહિત15 જેટલી વિવિધ યોજનાનો લાભ લેવા માટે અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. સવારે 9 થી સાંજે 5 કલાક સુધી કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યકમમાં જિલ્લા પંચાયત સદસ્ય, ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ હિનલબેન દેસાઈ, ઊંઝા તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ઊંઝા ઈ ટીડીઓ સતીશભાઈ પટેલ, ઊંઝા મામલતદાર દીપકભાઈ ગઢવી, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, કહોડા સરપંચ સીતાબેન પટેલ સહિત ગ્રામજનો તલાટી કમ મંત્રી તેમજ સરપંચો સહિત ઉપસ્થિત રહ્યા હતા.





