રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા8 જૂન, 2026| Super Admin

રાજકીય આલમમાં શોક: વિસનગરમાં બિનહરીફ ચૂંટાયેલા ભાજપના દિગ્ગજ નેતાનો ટ્રેન નીચે કૂદીને આપઘાત

રાજકીય આલમમાં શોક: વિસનગરમાં બિનહરીફ ચૂંટાયેલા ભાજપના દિગ્ગજ નેતાનો ટ્રેન નીચે કૂદીને આપઘાત

ઉત્તર ગુજરાતના વિસનગરમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર રાજકીય ગલિયારાઓમાં ભૂકંપ સર્જી દીધો છે. સત્તાના શિખરે બિરાજમાન અને વિસનગર નગરપાલિકામાં ભાજપનો મોટો ચહેરો ગણાતા વોર્ડ નંબર-૧ ના નગરસેવક દીપકભાઈ મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ હચમચાવી મૂકનારી ઘટનાથી સમગ્ર પંથક સ્તબ્ધ થઈ ગયો છે અને અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.

મળતી ચોંકાવનારી માહિતી મુજબ, ગણેશનગર સોસાયટીના રહીશ દીપક મોદીએ આજે વહેલી સવારે મોતને વહાલું કરવા માટે ઘર છોડ્યું હતું. તેઓ પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા માર્ગ પર સ્મશાન નજીક આવેલા નાળા પાસે પહોંચ્યા હતા. ત્યાં કાળ બનીને ધસી આવેલી વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેન સામે તેમણે અચાનક જ પડતું મૂકી દીધું હતું. આ અકસ્માત એટલો ભયાવહ અને હૃદયદ્રાવક હતો કે ટ્રેનની જોરદાર થપાટથી આ દિગ્ગજ નેતાના શરીરના બે કટકા થઈ ગયા હતા.

દીપક મોદી કોઈ સામાન્ય નેતા ન હતા. વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં તેઓ વોર્ડ નંબર-૧ માંથી બિનહરીફ વિજેતા બનીને પોતાનો રાજકીય દબદબો સાબિત કરી ચૂક્યા હતા. તેમની લોકપ્રિયતા અને સંગઠન શક્તિને સલામ કરતા ભાજપે તેમને પાલિકામાં શાસક પક્ષના નેતાનો તાજ પહેરાવ્યો હતો.આવા સમયે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે: આવી ઝળહળતી રાજકીય કારકિર્દી ધરાવતા નેતાએ અચાનક મોતનો રસ્તો કેમ પસંદ કર્યો? શું તેમની પાછળ કોઈ રાજકીય દબાણ હતું કે પછી કોઈ પારિવારિક ગૂંચવણ કે પછી કોઈ અન્ય કારણ જવાબદાર છે?

આ રૂંવાડા ઊભા કરી દે તેવી ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા જ ભાજપ છાવણીમાં ભારે શોક અને સન્નાટો છવાઈ ગયો હતો. વિસનગર શહેર અને જિલ્લાના ટોચના ભાજપ નેતાઓ, હોદ્દેદારો અને સ્થાનિકોના ટોળેટોળા ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. બીજી તરફ, ઘટનાની ગંભીરતા પારખીને પોલીસનો મોટો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે રેલવે ટ્રેક પરથી મૃતદેહના અવશેષો એકઠા કરી પોસ્ટમોર્ટમ માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. હાલમાં પોલીસ માટે આ કેસ એક મોટો કોયડો બની ગયો છે. સત્તા અને પ્રતિષ્ઠા ધરાવતા આ નેતાને એવું તે શું દુઃખ આવી પડ્યું હતું કે તેમણે પોતાનો જીવ આપી દીધો, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ટેગ્સ:#Visnagar

સંબંધિત સમાચાર