રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા17 જુલાઈ, 2026| Super Admin

કડીના ઈરાણામાં પોલીસનો દરોડો: ₹૬૮ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

કડીના ઈરાણામાં પોલીસનો દરોડો: ₹૬૮ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા ઈરાણા ગામની સીમમાંથી નંદાસણ પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક બંધ ગોડાઉન પર દરોડો પાડીને રૂપિયા ૬૫.૬૦ લાખનો વિદેશી દારૂ અને એક પીકઅપ વાહન મળીને કુલ ૬૮.૬૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ મામલે પોલીસે ગોડાઉનનો કબજો ધરાવનાર અને વાહન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

નંદાસણ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.જી. ગોહિલ અને પીએસઆઈ જે.એમ. ગેહલાવત તેમની ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમને આ ગુપ્ત માહિતી મળી હતી. બાતમીમાં જણાવવામાં આવ્યું હતું કે, ચડાસણા પાટિયાથી કમલા અમૃત જીઆઈડીસી તરફ જતા માર્ગ પર એગ્રીમ પ્રિન્ટ એન્ડ પેક કંપનીની સામે આવેલા લોખંડના પતરાવાળા બે નંબરના બંધ ગોડાઉનમાં દારૂનો જંગી જથ્થો સંતાડવામાં આવ્યો છે. આ ચોક્કસ માહિતીના આધારે પોલીસ કાફલાએ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગોડાઉનનું તાળું તોડીને સઘન તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસ દરમિયાન ગોડાઉનની અંદરથી અને ત્યાં પાર્ક કરેલા એક પીકઅપ ડાલા (GJ-08-AW-3135) માંથી કુલ ૪૩૨ પેટીઓ મળી આવી હતી, જેમાં વિદેશી દારૂની ૭૨૦૦ જેટલી બોટલો હતી. રેડ સમયે સ્થળ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી, પોલીસે નંદાસણ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. હાલમાં, નવા સર્વે નંબર ૮૫૦ના સબ પ્લોટ નંબર ૩ પર સ્થિત આ ગોડાઉનના સંચાલક અને ડાલાના માલિકને પકડવા માટે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ટેગ્સ:#mahesana

સંબંધિત સમાચાર