પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાથ ની 143 મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રથયાત્રા ને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા માગૅ પર નડતરરૂપ લારીઓ સહિત ના દબાણ દુર કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાટણ એ ડીવીઝન પોલીસે શહેરના ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. પોલીસે શહેરના મુખ્ય બજારોમાં વિશેષ કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન બગવાડા દરવાજાથી ત્રણ દરવાજા સુધીના માર્ગો પરના અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પોલીસની આ કામગીરી થી રથયાત્રા ના માગૅ પર રથયાત્રાના પ્રસ્થાન સમયે ભક્તોને અવર જવર કરવામાં સરળતા બનશે. સાથે જ સામાન્ય વાહન વ્યવહાર પણ સુગમ રીતે ચાલી શકશે. પોલીસની આ કામગીરીથી રથયાત્રાનું આયોજન વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે પોલીસ દ્વારા રથયાત્રાના માગૅ પરથી ગેરકાયદેસર ના બિન જરૂરી દબાણ દૂર કરવા જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું એ ડિવિઝન પીઆઈ ભોય એ જણાવ્યું હતું.
પાટણમાં નીકળનારી રથયાત્રાને લઇ પોલીસ દ્વારા મુખ્ય માગૅને ખુલ્લો કરવા કવાયત હાથ ધરી

ટેગ્સ:#patan#public safety#Traffic Management#Police Action#District Police Chief#Rath Yatra#Lord Jagannath#Road Clearance#Devotee Movement#Special Operations#City Preparations#Festival Logistics#Urban Traffic Control
સંબંધિત સમાચાર
પાટણપાટણનો ખાલક્ષાપીર વિસ્તાર નરકાગારમાં ફેરવાયો: ઉભરાતી ગટરોની સમસ્યા 'જૈસે થૈ'
8 કલાક પહેલા
પાટણ'એસટી બસની સવારી, સલામત સવારી'ના સૂત્રો પોકળ : મુસાફરોએ બસને ધક્કો મારી મુકામ સુધી પહોંચાડી
9 કલાક પહેલા
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
