રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 ડિસેમ્બર, 2025| Super Admin

ડીસામાંથી પરણિત મહિલા ગુમ થતા પોલીસ ફરિયાદ દાખલ

ડીસામાંથી પરણિત મહિલા ગુમ થતા પોલીસ ફરિયાદ દાખલ
બે વિધર્મી ઉપાડી ગયા હોવાની મહિલાના પતિની આશંકા ડીસાના ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા રાજુ જસભાઈ માજીરાણાના લગ્ન કાજલબેન નામની મહિલા સાથે થયેલા છે અને લગ્ન જીવન દરમિયાન  બે બાળકો પણ છે. ત્યારે રાજુ માજીરાણા ગાડી ચલાવતો હોઇ ગાડી લઈને પોતાના કામ અર્થે ગયેલો હતો. તે દરમિયાન કાજલબેન ઘરેથી નીકળી ગયેલ અને કોઈ જ પ્રકારનો સંપર્ક થયો નહીં . જેથી રાજુ માજીરાણાએ આસપાસના ઘરોમાં તેમજ સાસરિયામાં અને અન્ય સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરવા છતાં મળી આવેલ નહીં. જેથી રાજુ જશુભાઈ માજીરાણાએ ડીસા દક્ષિણ પોલીસ મથકમાં પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે બાદમાં રાજુ  માજીરાણાના ફોન ઉપર એક અજાણી મહિલાનો ફોન આવેલ. જેણે દિલ્હીથી બોલતી હોવાનું કહેલ અને જણાવેલ કે તમારી પત્ની કાજલને મારો પતિ ભગાડીને લઈ આવ્યો છે. તેને તમે લઈ જાઓ નહીં તો આ લોકો એને વેચી મારશે અથવા તો મારી નાખશે. જે ફોનનું રેકોર્ડિંગ કરી રાજુ માજીરાણાએ ડીસા દક્ષિણ પોલીસ મથકે આપેલ. આ બાબતે રાજુ માજીરાણાએ જણાવ્યું હતું કે મારી પત્ની કાજલને બે દિલ્હીથી આવેલ વિધર્મી ઉપાડી ગયેલ છે.મારાં નાના દીકરાઓ રડી રહ્યા છે. વિધર્મી ભગાડી ગયો છે તેવા ભગાડી જનારની પત્નીના ફોન આવે છે. તેઓ દિલ્હી હોવાનું કહે છે અને કાજલને વેચી મારશે નહીં તો મારી નાખશે તેવું કહી રહ્યા છે.વધુમાં તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે વિધર્મી પકોડીની લારી ચલાવતો હતો અને જે ગાયત્રી નગર વિસ્તારમા જ રહેતો હતો જે તેને ભગાડી ગયો છે. ફરિયાદી રાજુ માજીરાણાએ કરેલ રજુઆતને ધ્યાને લઈને દક્ષિણ પોલીસે એ દિશામા તપાસ હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર