રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા18 મે, 2026| Super Admin

કડીમાં આઇપીએલ મેચનો ઓનલાઈન સટ્ટો રમાડતા શખ્સને પોલીસે રંગેહાથ ઝડપ્યો

કડીમાં આઇપીએલ મેચનો ઓનલાઈન સટ્ટો રમાડતા શખ્સને પોલીસે રંગેહાથ ઝડપ્યો

મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈપીએલ (IPL-2026) મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા એક શખ્સને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે કરણનગર બસ સ્ટેન્ડ પાસે આ સફળ રેડ કરવામાં આવી હતી.પોલીસને માહિતી મળી હતી કે કરણનગર બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં એક શખ્સ પોતાના મોબાઈલ ફોન દ્વારા ચાલુ આઈપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત પ્લાન બનાવીને દરોડો પાડ્યો હતો અને સટ્ટો રમાડતા શખ્સને ઝડપી લીધો હતો.

પકડાયેલા આરોપીની ઓળખ ધાર્મિક ગલાજી ઠાકોર (રહે. કરણનગર ગામ) તરીકે થઈ છે. પોલીસ તપાસ અને ફરિયાદ અનુસાર, આરોપી ધાર્મિક ઠાકોર પોતાના મોબાઈલમાં WWW.Nithya.999.com નામની સટ્ટાબાજીની વેબસાઈટની લિંક ઓપન કરીને, પોતાના પર્સનલ યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા લોગ-ઈન કરી આઈપીએલની મેચો પર ઓનલાઈન હાર-જીતનો જુગાર રમાડતો અને પોતે પણ સટ્ટો લગાવતો હતો.પોલીસે ઘટનાસ્થળેથી આરોપી પાસેથી ઓનલાઈન સટ્ટો રમવા માટે ઉપયોગમાં લેવાતો સ્માર્ટફોન અને તેમાંથી મળી આવેલી સટ્ટાના હિસાબ-કિતાબની ડિજિટલ વિગતો સહિત અંદાજે ₹5,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કડી પોલીસે આ મામલે પકડાયેલા શખ્સ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેગ્સ:#Kadi#Kadi Police

સંબંધિત સમાચાર