રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા12 સપ્ટેમ્બર, 2025| Super Admin

વડગામ ના ડાલવાણા ગામે થી વીજ વાયર ની ચોરી કરનાર ચાર આરોપી ને પોલીસે દબોચ્યા 

વડગામ ના ડાલવાણા ગામે થી વીજ વાયર ની ચોરી કરનાર ચાર આરોપી ને પોલીસે દબોચ્યા 
છાપી પોલીસે ૧૨૦૦ મીટર વાયર (કિંમત રૂ. ૪૮૦૦૦) નો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી; વડગામ તાલુકાના ડાલવાણા ગામે થી મંગળવારે યુજીવીસીએલ ની ડેડ લાઈન ઉપર થી વીજ વાયર ની ચોરી કરનાર ચાર આરોપી ને છાપી પોલીસે ગુરુવારે ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. વડગામ તાલુકાના ડાલવાણા ગામે આવેલ જુના ૧૧ કેવી સબસ્ટેશન ની ખેતીવાડી ફીડર ની બંધ લાઈન ઉપર થી કુલ ૧૨૦૦ મીટર એલ્યુમિનિયમ નો હેવી વાયર કિંમત રૂ. ૪૮ હજાર નો  કટર દ્રારા કાપી કોઈ ચોર ઈસમો ચોરી જતા આ અંગે અજયસિંહ  ભૂપતસિંહ સોલંકી નાયબ ઈજનેર વડગામ દ્રારા છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા છાપી પીઆઇ હીનાબેન વાઘેલા, જયેશભાઇ તેમજ સુરેશભાઇ ની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી ચાર આરોપી ને ગણતરી ના કલાકો માં દબોચી વધુ તપાસ હાથ ધરી હતી. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ મુખ્ય સૂત્રધાર કે જે વીજ કંપની ની લાઈન બંધ હોવાનું જાણતો હોઈ તેને આ સમગ્ર ચોરી ને અંજામ આપ્યો હોવાંનું જાણવા મળે છે તેની પોલીસે અટકાયત કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. ઝડપાયેલા આરોપીઓ ના નામ (૧) શૈલેષ નટવરલાલ પટણી (૨) લાલાભાઈ છનાભાઈ પટણી (૩)અશોકભાઇ જ્યંતી પટણી (૪)વિજય સોમાભાઈ પટણી તમામ રહે.લાલાપુરા તા. સિદ્ધપુર

સંબંધિત સમાચાર