સિધ્ધપુર પોલીસ સ્ટેશન ની હદ વિસ્તાર માથી ટ્રકમાં બનાવેલા ગુપ્ત ખાના માંથી વિદેશી દારૂની બોટલો ના જથ્થા સહિત રૂ.૧૪.૪૩,૫૦૦ નો મુદ્દામાલ પાટણ એલ.સી.બી. પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ, ભુજ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી નાઓએ પાટણ જીલ્લા માંથી પ્રોહીબિશન ની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સિદ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કાર્યવાહી કરતાં ધારેવાડા ચેક પોસ્ટ ખાતેથી ટાટા કંપનીની ટ્રક નંબર-RJ. 19.GK.1308માં બના વેલ ગુપ્ત ખાનામાંથી ગે.કા.વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૧,૦૮૦ કુલ કિં.રૂ.૪, ૩૨,૦૦૦ ના મુદ્દામાલ તથા વાહન સાથે મળી કુલ કિંમત રૂપિયા ૧૪,૪૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે કુલ ૧ (એક) ઇસમને પકડી પાડી તેમજ સંડોવાયેલ અન્ય ઇસમો વિરૂધ્ધમાં સિદ્ધપુર પો.સ્ટે. પ્રોહી. એકટ કલમ મુજબનો ગુનો રજી. કરી જયરામ નવલરામ મેઘવાલ રહે.મીઠીનાડી, ધનાઉ તા.ધનાઉ (ચૌટન) જી.બાડમેર (રાજસ્થાન) ને ઝડપી લઈ આ ગુનામાં સંડોવાયેલા હર્ષ ચંદ્રસિંગ ખેમસિંગ રહે.ટાંકો કા બાસ, મંગારા પૂંજારા મંડોર,જોધપુર (રાજસ્થાન) દારૂનો મુદ્દામાલ ભરવાનાર ઇસમ સહિત દારૂ મંગાવનાર અજાણ્યા ઇસમ ને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ એલ.સી.બી.એ ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલો સહિત રૂ.૧૪.૪૩,૫૦૦ નો મુદ્દામાલ ઝડપ્યો

ટેગ્સ:#Patan LCB#Prohibition#Siddhapur#Police Station#bottles#Inspector General of Police#Chirag Kordia#Border Range#Bhuj and Patan District
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી: ₹૧ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
3 દિવસ પહેલા
પાટણચાણસ્મા પોલીસે કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી
3 દિવસ પહેલા
પાટણમોઢેરા રોડ પર સાપને બચાવવા જતા રિક્ષા પલટી: સદનસીબે મોટી જાનહાનિ ટળી
3 દિવસ પહેલા
