પાટણ કોર્ટે મોટર એક્સિડન્ટ કલેઈમની એક જ પરિવારની ત્રણ અલગ અલગ પિટિશનનો સંયુક્ત ચુકાદો આપ્યો

કોર્ટે અકસ્માતનો ભોગ બનેલા પરિવારને કુલ ३.1,35,72,144 ની રકમ 9% વ્યાજ સાથે વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો
પાટણની મોટર એક્સિડેન્ટ કલેઈમ ટ્રીવ્યુનલે એક જ પરિવારની ત્રણ અલગ અલગ પિટીશનોનો સંયુક્ત ચુકાદો આપ્યો છે. કોર્ટે અકસ્માતનો ભોગ બનેલા પરિવારને કુલ ३.1,35,72,144 ની રકમ 9% વ્યાજ સાથે વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો છે. જજ પ્રશાંત એચ. શેઠે પીક અપ ડાલાના માલિક, તેની વીમા કંપની અને ઇન્ડિકા કારના માલિક તથા વીમા કંપનીને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. પ્રથમ પિટીશનમાં રૂ.1,04,69,924, બીજી પિટીશનમાં રૂ.30,38,900 અને ત્રીજી પિટીશનમાં ३.10,63,320 નું વળતર નક્કી કરવામા આવ્યું છે.
ઘટના 29 ઓક્ટોબર 2019 ની છે. ચાણસ્માના રૂપપુર ગામના અમૃતભાઈ પટેલ, તેમની પત્ની ભગવતીબેન અને પુત્રી ખુશ્બુ ઇન્ડિકા કારમાં પાટણ થી રૂપપુર જઈ રહ્યા હતા ત્યારે પાટણ-ચાણસ્મા હાઈવે પર રાજપુર-ગદોસણ વચ્ચે એક પીકઅપ ડાલાએ રોંગ સાઈડમાં આવીને કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમૃતભાઈ અને ખુશ્બુનું મૃત્યુ થયું હતું, જ્યારે ભગવતીબેનને ઈજાઓ થઈ હતી. કોર્ટે વળતરની રકમના 30% એનઇએફટી અને આરટીજીએસથી ચૂકવવા અને 70% રકમ રાષ્ટ્રીય કૃતબેંકમાં પાંચ વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવાનો આદેશ કર્યો છે. અરજદારોવતી એડવોકેટ કે.એન.રાવળે ધારદાર રજૂઆત કરી હતી.
ટેગ્સ:#insurance companies#fatalities#legal proceedings#financial settlement#Patan Court#Motor Accident Claim#Compensation Verdict#Accident Victim's Family#Judge Prashant H. Sheth#Highway Accident#Personal Injury#NEFT and RTGS#Fixed Deposit#Judicial Decision
સંબંધિત સમાચાર
પાટણપાટણનો ખાલક્ષાપીર વિસ્તાર નરકાગારમાં ફેરવાયો: ઉભરાતી ગટરોની સમસ્યા 'જૈસે થૈ'
18 કલાક પહેલા
પાટણ'એસટી બસની સવારી, સલામત સવારી'ના સૂત્રો પોકળ : મુસાફરોએ બસને ધક્કો મારી મુકામ સુધી પહોંચાડી
19 કલાક પહેલા
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
