રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા4 મે, 2025| Super Admin

ઉનાળુ વેકેશનમાં ચોરીની ઘટનાઓ રોકવા પાલનપુર પોલીસનું પગલું

ઉનાળુ વેકેશનમાં ચોરીની ઘટનાઓ રોકવા પાલનપુર પોલીસનું પગલું
સોસાયટીના આગેવાનો સાથે PIની બેઠક, સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સૂચના; પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના PI પી.આર.મારુએ ઉનાળુ વેકેશન દરમિયાન સંભવિત ચોરીની ઘટનાઓને રોકવા માટે મહત્વનું પગલું લીધું છે. તેમણે પોલીસ સ્ટેશન વિસ્તારની વિવિધ સોસાયટીના પ્રમુખ, મહામંત્રી અને આગેવાનો સાથે હાઈવે પર આવેલી હોટલમાં બેઠક યોજી વેકેશન દરમિયાન ઘણા લોકો પોતાના વતન કે પ્રવાસે જાય છે અને ઘરમાં કિંમતી સામાન તેમજ રોકડ રકમ મૂકીને જતા હોય છે. આ સમયે ચોરીની ઘટનાઓ વધુ બને છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને PI એ સોસાયટીના આગેવાનોને કેટલાક મહત્વના સૂચનો કર્યા. તેમણે દરેક સોસાયટીમાં CCTV કેમેરા લગાવવા અને સિક્યુરિટી વ્યવસ્થા મજબૂત કરવા જણાવ્યું. સિક્યુરિટી ગાર્ડને સતર્ક રહેવા સૂચના આપવા કહ્યું. વિશેષમાં, સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય લોકોની માહિતી પોલીસને આપવા જણાવ્યું, જેથી પોલીસ તેમની ચકાસણી કરી શકે. પશ્ચિમ પોલીસે અત્યાર સુધીમાં 60થી વધુ વ્યક્તિઓનું વેરિફિકેશન કર્યું છે અને તપાસ ચાલુ છે. આ પગલાંથી વિસ્તારમાં ગુનાખોરી ઘટાડવામાં મદદ મળશે અને રહેવાસીઓની સુરક્ષા વધુ મજબૂત બનશે.

સંબંધિત સમાચાર