રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 સપ્ટેમ્બર, 2025| Super Admin

વાવના માડકા-ભાચલી રોડ પર માર્ગ અકસ્માતમાં બે ભૂદેવોના મોત થતાં અરેરાટી મચી

વાવના માડકા-ભાચલી રોડ પર માર્ગ અકસ્માતમાં બે ભૂદેવોના મોત થતાં અરેરાટી મચી

વાવ તાલુકાના ભાટવર વાસ ગામે રહેતા ભાણજીભાઈ ગજાજી બ્રાહ્મણ (ઉ.વર્ષ અંદાજીત 55) અને રાણાભાઈ વાઘાભાઈ બ્રાહ્મણ (ઉ.વર્ષ અંદાજીત 60) એક્ટિવા લઈ માડકા મુકામે વેવાઈને મળવા જતા હતા .ત્યારે બપોરે અંદાજીત 3.30 કલાકના સમયે માડકા તરફથી પુરઝડપે આવી રહેલી ક્રેટા ગાડીનો ચાલક ટક્કર મારી ગાડી લઈને ફરાર થઇ ગયો હતો. જેમનું સ્થળ ઉપર એક્ટિવાનો કુચો થઈ ગયો હતો. જોકે ભાણજીભાઈને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા રાણાભાઈને 108 મારફત સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ બાબતની વાવ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ફરાર ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે. જ્યારે બનેના પાર્થિવ દેહને પીએમ માટે વાવ રેફરલ હોસ્પિટલ ખેસેડાયા હતા.આ બાબતની જાણ થતાં બ્રહ્મસમાજ સહિત અન્ય લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે ભાણજીભાઈ એક ભારતીય જનતા પાર્ટીના રાજકીય અગ્રણી અને ભાટવરવાસ દુ.ઉ.સ.મંડળીના ચેરમેન હોઈ રાજકીય અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા.    

સંબંધિત સમાચાર