રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા28 મે, 2025| Super Admin

લુપ્ત થતી સર્કસની કળાને સજીવન રાખતા ઓલિમ્પિઆ સર્કસે મહેસાણામાં ધૂમ મચાવી

લુપ્ત થતી સર્કસની કળાને સજીવન રાખતા ઓલિમ્પિઆ સર્કસે મહેસાણામાં ધૂમ મચાવી
સર્કસ જોવા દર્શકોની લાંબી ભીડ જોવા મળી; મહેસાણાના શહેરના આંગણે છેલ્લા એક સપ્તાહથી યોજાઈ રહેલા ઓલિમ્પિઆ સર્કસે ધૂમ મચાવી દીધી છે. વિદેશી કલાકારોના કાફલાએ સાથે મનોરંજનને નવી દિશા અને દશા પ્રદાન કરી છે. આટલા વર્ષોથી આપણે સર્કસને માત્ર મોટા મોટા મેળાનો કે તળાવોમાં જોતા આવ્યા છીએ કે જ્યાં મોટા મોટા તંબુઓ બાંધેલા હોય છે અને જેમાં કેટલાય નાના મોટા કલાકારો પોતાની આજીવિકા ચલાવતા હોય છે. પહેલાના જમાનામાં સર્કસમાં સિંહ, વાઘ, હાથી, ઘોડા, પક્ષીઓ સહિતના પ્રાણીઓને પણ તાલીમ આપી કલાકૃતિ રજૂ કરવામાં આવતી હતી પરંતુ સમય જતા આવેલા પરિવર્તનથી બધું બદલાઈ ગયું છે. હવેના સમયમાં સર્કસ માંથી પ્રાણીઓને બાકાત કરી દેવામાં આવ્યા છે તેમની જગ્યાએ હવે મનોરંજન પર વધુ બહાર આપવામાં આવ્યો છે. તેવામાં મેદાન કે તળાવ કિનારે નહીં પણ સર્કસની દુનિયા અને કળા સમેટાઈને ફક્ત હોલ પૂરતી રહી ગઈ છે. જ્યાં ઓછા કલાકારો સાથે ઘણી બધી કલાકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવતું હોય છે. મહેસાણામાં આવેલા ઓલિમ્પિઆ સર્કસ દ્વારા પણ મનોરંજન માટે વિવિધ પ્રકારના કરતબો અને કલાકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગત 21 મે થી ભવ્ય શુભારંભ કરવામાં આવેલા ઓલિમ્પિઆ સર્કસમાં મહેસાણામાં પહેલીવાર રશીયન,મેકસીકન, યુથોપીયન કલાકારો સાથે જબરજસ્ત સ્ટંટ અને હાસ્યરસથી ભરપૂર સર્કસનું આયોજન કરવામાં આવ્યું છે. આ સર્કસમાં CLOWNS, ACROBATICS, JUGGLING, AERIAL ACTS, CIRCUS RING, RING MASTER, BUBBLE ACT જેવી અનેક કલાકૃતિઓ રજૂ કરી દર્શકોના મન મોહી લીધા છે. કાર્યક્રમના અંતમાં દેશભક્તિની ઝલક સમાં રાષ્ટ્રગીતનું સમુહ ગાન કરી એક આદર્શ દેશભક્તિના દર્શન કરાવવામાં આવે છે. ઓલિમ્પિઆ સર્કસની શરૂઆતથી જ તેમના શૉ સુપર ડુપર હિટ હોઈ મહેસાણા શહેર સહિત જિલ્લાના અનેક શહેરો અને ગામડાઓ માંથી મોટી સંખ્યામાં લોકો ઓલિમ્પિઆ સર્કસમેં નિહાળવા આવતા હોય છે. કલાના કદરદાન લોકોએ ઓલિમ્પિઆ સર્કસના કલાકારોની કળાને સાચા અર્થમાં બિરદાવી છે. એક એક કલાકૃતિ પર દર્શકોનો અપાર પ્રેમ છલકતો જોવા મળી રહ્યો છે. ખીચોખીચ ભરેલા હોલ સતત તાળીઓના ગડગડાટથી ગુંજતો હોય છે. તુઆરે દર્શકોની સર્કસના કલાકારો પ્રત્યેની લાગણી અને અપાર પ્રેમ બદલ ઓલિમ્પિઆ સર્કસના આયોજકો દ્વારા પણ હજારો દર્શકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર