રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ19 મે, 2025| Super Admin

Msc સેમ 4 નું પરિણામ જાહેર કરવાની માંગ સાથે એનએસયુઆઈ કાર્યકરોએ હંગામો મચાવ્યો

Msc સેમ 4 નું પરિણામ જાહેર કરવાની માંગ સાથે એનએસયુઆઈ કાર્યકરોએ હંગામો મચાવ્યો
યુનિવર્સિટીના પરિક્ષા વિભાગ દ્વારા સાંજ સુધીમાં પરિણામ જાહેર કરાશે તેવું જણાવતાં કાયૅકરોએ આભાર માન્યો; પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સોમવારના રોજ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા Msc સેમ-4 ના પરિણામને તાત્કાલિક ધોરણે જાહેર કરવાની માંગ સાથે કુલપતિ ની ચેમ્બરમાં કોઈ પણ જાતની પરવાનગી મેળવ્યા વીના જ પ્રવેશ કરી કુલપતિ સાથે ધષૅણ માં ઉતરતાં મામલો ગરમાયો હતો જોકે કુલપતિએ પરિણામ મામલે એનએસયુ આઈ ના કાર્યકર્તાઓને વેટ એન વોચ ની સલાહ આપી પોતાની ચેમ્બરની બહાર બેસવા જણાવતાં કાર્યકરોએ યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બરની બહાર બેસી Msc સેમ-4 ના પરિણામ જાહેર કરવાની જીદ પકડતાં આખરે કુલપતિએ આ પરિણામ મામલે યુનિવર્સિટી ના પરિક્ષા નિયામક સાથે વાતચીત કરતાં સાંજ સુધીમાં Msc સેમ - 4 નું પરિણામ જાહેર કરવામાં આવશે તેમ જણાવતા એનએસયુઆઈ ના કાયૅકરોએ પરિણામ જાહેર કરવા મામલે કુલપતિ સાથે પરિક્ષા નિયામક નો આભાર વ્યક્ત કર્યો હતો. યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓના પરિણામ મામલે યુનિવર્સિટીના કુલપતિ પ્રો.કે.સી.પોરીયાએ ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે કોઈ પણ પરિક્ષા પૂર્ણ થયા બાદ તેના પરિણામ માટે સમય લાગતો હોય છે છતાં પોતાના કાયૅકાળમાં દરેક પરિક્ષા ના પરિણામ સમય મયૉદા માં જાહેર થાય તેવા પ્રયત્નો રહ્યા હોવાનું તેઓએ જણાવી Msc સેમ 4 ના પરિણામ જાહેર કરવા મામલે પણ તેઓ પ્રયત્નશીલ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર