રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ26 જુલાઈ, 2025| Super Admin

૧૨૨૦ કિ.મી.ની હરિદ્વારથી અડિયા સુધીની કાવડયાત્રાનું પાટણમાં ભવ્ય સામૈયુ કરાયું

૧૨૨૦ કિ.મી.ની હરિદ્વારથી અડિયા સુધીની કાવડયાત્રાનું પાટણમાં ભવ્ય સામૈયુ કરાયું
હરિદ્વારના ગંગાજળ અને પુષ્કર કુંડના જળ સાથે અડીયાના દુધેશ્વર મહાદેવને જળાભિષેક કરાશે.. હરિદ્વારથી શરૂ થયેલી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી કાવડ યાત્રા શનિવારે સાજે પાટણના બગવાડા દરવાજા ખાતે આવી પહોચતા વિવિધ સંગઠનો દ્વારા ઢોલ-નગરા અને ભકિત સંગીતના સૂરો સાથે ભવ્ય સામૈયુ કરાયું હતું.  ૧૭ શિવભક્તોના જૂથે માત્ર ૧૧ દિવસમાં ૧૨૨૦ કિલોમીટરની આ યાત્ર હરિદ્વારના ગંગાજળ અને પુષ્કર કુંડના જળ સાથે અડીયા ના દુધેશ્વર મહાદેવ મંદિર પહોંચી ગંગાજળ અને પુષ્કર કુંડના જળથી દુધેશ્વર મહાદેવને જળાભિષેક કરશે. કાવડિયાઓએ યાત્રા દરમિયાન કઠોર નિયમોનું પાલન કર્યું છે. તેઓએ ખાટલામાં સૂવાનો ત્યાગ કર્યો છે. લસણ-ડુંગળી વગરનું ભોજન લીધું છે. સતત 'ઓમ નમઃ શિવાય'ના જાપ કર્યા છે. દુધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટે યાત્રાળુઓ માટે ૨.૨૫ લાખનું વીમા કવચ પણ પૂરું પાડયું હતું. આ યાત્રા બગવાડા દરવાજાથી મુખ્ય બજાર માર્ગે થઈને અનાવાડા દરવાજા થઈ દુધેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે. આ મંદિર ૫૦૦ વર્ષથી પણ પ્રાચીન અને સ્વયંભૂ છે. તે ઉત્તર ગુજરાતના ચારમઠ પૈકીનો એક જાગીર ઘર મઠ છે. અહીં ગુરુગેડાગીરી મહારાજની જીવંત સમાધિ આવેલી છે. શનિવારે બગવાડા દરવાજે  કાવડયાત્રા આવી પહોચતા શહેરની વિવિધ સંસ્થાઓ અને વેપારીઓ સહિત હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી. પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિધવ, પૂવૅ પ્રમુખ દશરથજી ઠાકોર,શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિતનાઓએ કાવડયાત્રા નું ભવ્ય સામૈયું કયુઁ હતું.

સંબંધિત સમાચાર