વાવાઝોડાના કારણે ખેતી ક્ષેત્રે પણ વ્યાપક નુકસાન નોંધાયું છે. ખાસ કરીને ઘઉં અને એરંડા જેવા પાકોને ભારે અસર પહોંચી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા નો માહોલ સર્જાયો છે. સવારથી વાદળછાયું વાતાવરણ રહેતાં ખેડૂતોમાં વધુ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. બીજી તરફ ભીલડી વીજ કંપની દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરીને નુકસાનગ્રસ્ત વીજ થાંભલા ઉભા કરવા અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
ભીલડી પંથકમાં કુદરતનો પ્રકોપ : વહેલી પરોઢે ફૂંકાયેલા તેજ પવનથી વ્યાપક તારાજી સર્જાઇ

વાવાઝોડાના કારણે ઉભા પાક નુકસાન,વીજપોલ ધરાશાયી થતાં વિજળી પણ ડુલ
ભારે પવન સાથે વરસાદથી વૃક્ષો, વીજ થાંભલા ધરાશાયી
ઘઉં અને એરંડા સહિતના પાકોને ભારે નુકસાન,ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ભીલડી પંથકમાં ગુરુવારની વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતવર્ગમાં ચિંતાનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે મુજબ ભારે પવન અને વરસાદ થતાં અનેક વિસ્તારોમાં વૃક્ષો પડી જવા પામ્યા હતા. તેમજ ઘરના પતરા ઉડી ગયા હતા. સાથે સાથે વીજ થાંભલા ધરાશાયી થતા અનેક ફીડરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
વાવાઝોડાના કારણે ખેતી ક્ષેત્રે પણ વ્યાપક નુકસાન નોંધાયું છે. ખાસ કરીને ઘઉં અને એરંડા જેવા પાકોને ભારે અસર પહોંચી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા નો માહોલ સર્જાયો છે. સવારથી વાદળછાયું વાતાવરણ રહેતાં ખેડૂતોમાં વધુ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. બીજી તરફ ભીલડી વીજ કંપની દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરીને નુકસાનગ્રસ્ત વીજ થાંભલા ઉભા કરવા અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
વાવાઝોડાના કારણે ખેતી ક્ષેત્રે પણ વ્યાપક નુકસાન નોંધાયું છે. ખાસ કરીને ઘઉં અને એરંડા જેવા પાકોને ભારે અસર પહોંચી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા નો માહોલ સર્જાયો છે. સવારથી વાદળછાયું વાતાવરણ રહેતાં ખેડૂતોમાં વધુ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. બીજી તરફ ભીલડી વીજ કંપની દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરીને નુકસાનગ્રસ્ત વીજ થાંભલા ઉભા કરવા અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ બનાસ નદીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપીઓ ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર હાઈવે પર સ્પા સેન્ટર ઉપર દરોડો : થાઈલેન્ડની 5 યુવતીઓ સહિત 7 ની અટકાયત
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના હવાઇ પિલર નજીકથી મોટર સાયકલની ચોરી : પોલીસ ફરિયાદ નોંધાઈ
2 દિવસ પહેલા
બનાસકાંઠારાજ્યસભાના ઉપાધ્યક્ષે પરિવાર સાથે મા અંબાના દર્શન કર્યા
2 દિવસ પહેલા