રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા7 એપ્રિલ, 2026| Super Admin

મહેસાણા : ચૈત્રમાં અષાઢી માહોલ; ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ

મહેસાણા : ચૈત્રમાં અષાઢી માહોલ; ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વચ્ચે આજરોજ મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે સવારથી જ ગરમીનો બફારો વધુ જોવા મળ્યો હતો.

પરંતુ બપોર બાદ એકાએક જિલ્લાના અનેક શહેરો અને ગામડાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડયા હતા જેના કારણે ગરમીના ભારે ઉકળાટ અને બફારા વચ્ચે ઠંડક થતાની સાથે જ જિલ્લા વાસીઓને ગરમીમાં આંશિક રાહત થઈ હતી. મહેસાણા શહેર સહિત જિલ્લાના મુખ્ય મથકો એવા ઊંઝા, વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા, વિજાપુર, કડી, બેચરાજી સાહિતના અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદના પગલે જિલ્લાભરમાં વાવેલા ઉનાળુ પાકને પણ નુક્શાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના માથે કુદરતનો ભય તોળાઈ રહ્યો હોય તેમ ટૂંક સમયમાં જ ફરીથી પડેલા માવઠાએ ખેડૂતોના જાણે કે જીવ તાળવે ચોંટાડી દીધા હોય તેમ ખેડૂતોમાં કુદરતી પ્રકોપનો ડર રીતસરનો જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ભારે પવન સાથે વાવાઝોડું આવતાં ક્યાંક શેડ તો ક્યાંક નાના મોટા હોર્ડિંગ ઉડીને પડવાની ઘટનાઓ પણ સામે આવી છે તો વળી ક્યાંક નાના ઝાડવા પણ જમીનદોસ્ત થઈ જવા પામ્યા છે. ગમે ત્યારે વરસતા કમોસમી વરસાદના કારણે કાળા માથાનો માનવી પણ અચંભીત થઈ ઉઠ્યો છે કે ભર ઉનાળે છત્રી લઈને બહાર નીકળવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહીમાં રાજયના અન્ય જિલ્લાઓ અને શહેરોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો છે.

સંબંધિત સમાચાર