રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા25 મે, 2026| Super Admin

મહેસાણા તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

મહેસાણા તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

મહેસાણા તાલુકા પંચાયતના વિકાસના કાર્યોને વધુ વેગવંતા બનાવવા અને વહીવટી માળખાને વધુ સુદૃઢ કરવાના હેતુથી આજ રોજ નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. આ નવી નિમણૂકો સાથે જ સ્થાનિક રાજકારણ અને ગ્રામ્ય સ્તરના વિકાસના કાર્યોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગતરોજ પંચાયત ભવન ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સર્વાનુમતે મહેસાણા તાલુકા પંચાયતના મુખ્ય હોદ્દાઓ માટે નામોની જાહેરાત કરવામાં આવી હતી.

તાલુકા પંચાયત પ્રમુખ પદે ભાવેશભાઈ પટેલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પદે શ્રીમતી શાંતાબેન ચૌધરી જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે વિજયભાઈ બારોટની વરણી કરવામાં આવી છે. નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત થતાજ પંચાયત કચેરી ખાતે સમર્થકો, કાર્યકરો અને આગેવાનોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવીને વધાવી લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત પદાધિકારીઓએ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નોને વાચા આપવા, છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવા અને પાયાની સુવિધાઓ વધુ સારી બનાવવાનો સામૂહિક સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

મહેસાણા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી શાંતાબેન ચૌધરી તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિજયભાઈ બારોટને તેમની આ નવી અને જવાબદારીભરી સફર સોંપવામાં આવતા પક્ષના કાર્યકર્તાઓ અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સક્ષમ નેતૃત્વ, અનુભવ અને દીર્ઘદૃષ્ટિથી મહેસાણા તાલુકો પ્રગતિના નવા શિખરો સર કરવા તેમજ પ્રજાના હિતમાં તાલુકાના સર્વાંગી વિકાસના કામ કરવા સૌને ઉજ્જવળ અને સફળ કાર્યકાળ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

 

ટેગ્સ:#mehsana

સંબંધિત સમાચાર