રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા6 જુલાઈ, 2025| Super Admin

મહેસાણા; મામલતદાર કચેરી આગળ વરસાદી પાણી ભરાયા

મહેસાણા; મામલતદાર કચેરી આગળ વરસાદી પાણી ભરાયા

મહેસાણા મામલતદાર કચેરી રોડ પર આવેલી અર્બન પ્રોગ્રેસિવ ગર્લ્સ હાઇસ્કૂલનો આખો ગ્રાઉન્ડ ફ્લોર એક ઇંચ વરસાદમાં પાણીમાં ગરક થઇ જાય છે. મામલતદાર રોડનું લેવલ ઊંચું થયું, સામે ક્રિકેટ સ્ટેડિયમ ગ્રાઉન્ડ બની ગયું એટલે પાણી નિકાલની જગ્યા ઓછી થઈ જતાં રોડ પરનું પાણી સીધું હાઈસ્કૂલના નીચાણમાં આવીને ભરાઈ રહે છે. શાળાનાં શિક્ષકોએ વિદ્યાર્થિનીઓને સાચવી સાચવીને ઢીંચણસમા પાણીમાંથી બહાર કાઢી હતી. સંસ્થાના ટ્રસ્ટીએ જણાવ્યું કે, દર વર્ષે ગ્રાઉન્ડ ફ્લોરના ચારેય રૂમ વરસાદી પાણીમાં ગરકાવ થાય છે. અહીં મામલતદાર કચેરી રોડ પર ગટર લાઈન સાંકડી છે. સામે ખુલ્લુ મેદાન હતું તેની જગ્યાએ ક્રિકેટ ગ્રાઉન્ડ કમ્પાઉન્ડ સાથે બની ગયું. વરસાદી પાણીના નિકાલનો રસ્તો રહ્યો નથી એટલે ચોમાસામાં બધું પાણી શાળામાં ધસી આવે છે.

સંબંધિત સમાચાર