રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા21 જુલાઈ, 2026| Super Admin

મહેસાણા પોલીસનું મોટું ઓપરેશન: કુખ્યાત જયેશ રબારી ગેંગના બે સાગરીતો વિરુદ્ધ 'ગુજસીટોક' હેઠળ કેસ દાખલ

મહેસાણા પોલીસનું મોટું ઓપરેશન: કુખ્યાત જયેશ રબારી ગેંગના બે સાગરીતો વિરુદ્ધ 'ગુજસીટોક' હેઠળ કેસ દાખલ

મહેસાણા પંથકમાં વ્યવસ્થિત રીતે ચાલતા ગુનાહિત નેટવર્કને તોડી પાડવા માટે જિલ્લા પોલીસે એક આકરી કાર્યવાહી કરી છે. ખૂન, વ્યાજખોરી, ધાકધમકીથી નાણાં વસૂલવા, ખંડણી માંગવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા અતિ ગંભીર ગુનાઓમાં સક્રિય એવી જયેશ છગનભાઈ રબારી ગેંગના બે મુખ્ય માણસો સામે કડી પોલીસ મથકે 'ગુજસીટોક' (GUJCTOC - ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) એક્ટ-૨૦૧૫ અંતર્ગત કડક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોની માહિતી અનુસાર, આ ટોળકીએ છેલ્લા એક દાયકામાં મહેસાણા અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના આયોજનબદ્ધ ગુનાઓથી સામાન્ય જનતામાં ભારે દહેશતનો માહોલ ઊભો કર્યો હતો. આ મામલામાં ઇરાણા ગામના રહેવાસી અને જેની પર અગાઉથી ૬ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તેવા જયેશ છગનભાઈ રબારી તેમજ કડી તાલુકાના મણીપુર મોટોમાઢના દેવાભાઈ કમાભાઈ રબારી (જેના પર ૩ ગુનાઓ દાખલ છે) પર આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદાની આકરી કલમો લગાડીને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી ડૉ. હાર્દિક પ્રજાપતિ અને પીઆઈ એ.એમ. કામળિયાની અલગ-અલગ ટીમોએ સઘન તપાસ કરીને આ ગેંગ પર સકંજો કસ્યો છે. મહેસાણા પોલીસે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, જિલ્લાની શાંતિ અને કાયદાકીય વ્યવસ્થા જાળવી રાખવા માટે આગામી સમયમાં પણ આવા સંગઠિત ગુનેગારો સામે પોલીસની લાલ આંખ યથાવત રહેશે.

ટેગ્સ:#mahesana

સંબંધિત સમાચાર