રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા5 ફેબ્રુઆરી, 2025| Super Admin

મહેસાણા પોલીસે ચોરીની સીએનજી રિક્ષા સાથે આરોપીને ઝડપી પાડયો

મહેસાણા પોલીસે ચોરીની સીએનજી રિક્ષા સાથે આરોપીને ઝડપી પાડયો

મહેસાણા એ ડિવિઝન પોલીસે સોભાસણ રોડ પરથી એક શંકાસ્પદ વ્યક્તિને ચોરીની CNG રિક્ષા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપી મહેબુબખાન આદમખાન હુસેનખાન પઠાણ (ઉ.વ.36, રહે. સુરત)ને પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી GJ-02-YY-5889 નંબરની CNG રિક્ષા મળી આવી હતી, જે મહેસાણા નવી કોર્ટ સામેથી ચોરાયેલી હતી. રિક્ષાની કિંમત રૂ.60,000 છે. આરોપીની અંગઝડતી દરમિયાન તેની પાસેથી રૂ.2,000ની કિંમતનો રેડમી નોટ-5 પ્રો મોબાઈલ ફોન પણ મળ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ત્રણ મહિના પહેલા મહેસાણા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી બીજી એક CNG રિક્ષા (નં. GJ-02-YY-6421)ની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ રિક્ષા અમદાવાદના રાયપુર વિસ્તારમાં મૂકી રાખી હતી, જે રૂ.50,000ની કિંમતની છે. પોલીસે આ રિક્ષા તેના મૂળ માલિક કાંતિલાલ ખોડીદાસ બજાણીયા (રહે. કાંસા, તા.વિસનગર)ને પરત કરી છે. પોલીસે કુલ રૂ.1.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1)(ઇ) મુજબ ધરપકડ કરી છે.

સંબંધિત સમાચાર