રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા12 મે, 2026| Super Admin

મહેસાણા LCBની ટીમે નાગલપુર પાસેથી બે દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો

મહેસાણા LCBની ટીમે નાગલપુર પાસેથી બે દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો

મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને મિલકત વિરુદ્ધના ગુના અટકાવવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી કુંબિંગ કામગીરી અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. મહેસાણાના નાગલપુર ચોકડી વિસ્તારમાંથી બે દેશી બનાવટની પિસ્તોલ અને એક જીવતા કારતૂસ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.

એલસીબી પી.આઈ. એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો સતત પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ મેહુલકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે નાગલપુર રામજી મંદિર પાસે રહેતો જીગર સોની નામનો શખ્સ હથિયાર સાથે નાગલપુર ચોકડી પાસે ઊભો છે. બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તુરંત દરોડો પાડી આરોપી જીગર યોગેશકુમાર સોનીને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા પોલીસને તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ-2 જેની કિંમત રૂ.50,000, જીવતા કારતૂસ નંગ-01 કે જેની કિંમત રૂ. 100 સહિત મોબાઈલ ફોન નંગ-01 જેની કિંમત રૂ. 10,000 એમ કુલ મળીને રૂ. 60,100/- મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પકડાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે આ હથિયારો તે અને તેનો મિત્ર વિપુલસિંહ બળવંતસિંહ ઝાલા (રહે. નાગલપુર) બંને જણા રાજસ્થાનના મામેર ખાતેથી રાહુલ પારઘી નામના વ્યક્તિ પાસેથી લાવ્યા હતા. મહેસાણા એલ.સી.બી.એ પકડાયેલા શખ્સ વિરુદ્ધ તેમજ હથિયાર સપ્લાય કરનાર અને સાથ આપનાર અન્ય બે શખ્સો વિરુદ્ધ મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા (આર્મ્સ એક્ટ) મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. હાલમાં પોલીસ ફરાર આરોપીઓને પકડવા અને આ હથિયારોનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં થવાનો હતો કે કેમ તે અંગે વધુ તપાસ કરી રહી છે.

સંબંધિત સમાચાર