રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા18 મે, 2025| Super Admin

મહેસાણા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન કામગીરી અંગે મહત્વની બેઠક યોજાઈ

મહેસાણા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન કામગીરી અંગે મહત્વની બેઠક યોજાઈ

મહેસાણા જિલ્લામાં ચોમાસામાં નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તેમજ તેઓની સાવધાની અને સલામતી માટે આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે પ્રિ-મોન્સુન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એસ.કે.પ્રજાપતિએ ચોમાસામાં તાલીમી માનવબળ, રેસ્ક્યુના સાધનોની ચકાસણી, તરવૈયાઓની યાદી, આપદા મિત્રોની યાદી સહિત વરસાદી ઋતુમાં મુશ્કેલી સર્જાય એવા સ્થળો, ગામોની ઓળખ કરવા સાથે વીજ પુરવઠો જળવાઈ રહે તથા ભારે વરસાદમાં સ્થાનિકોને આશ્રય સ્થાને ખસેડવા લઈ જવા પડે, તો તે સ્થળે વીજળી-પાણી સહિતની નજીકની પ્રાથમિક શાળાઓમાં સુવિધાઓ અંગે પણ આગોતરા આયોજન કરવા માટે સંબંધિત અધિકારીઓને કેટલાંક રચનાત્મક સુચનો કર્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.કે.જેગોડાએ ચોમાસાની ઋતુને ધ્યાને લઈને જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરાવી વરસાદી સ્થિતિ અંગે નિગરાની રાખી સાવચેતી રાખવા,રસ્તા પરના જોખમી વૃક્ષોનો નિકાલ, વૃક્ષ ટ્રીમીંગ, જર્જરિત મકાનો, હોર્ડિંગ્સ, બેનર ઉતારી લેવા, કેનાલ, નદી નાળાની સાફ સફાઈ, ડેમોની ચકાસણી, ફૂડ પેકેટ વ્યવસ્થા, આરોગ્ય, લાયઝન અધિકારીઓની નિમણુક, જરૂરિયાત મુજબ અનાજનો જથ્થો અને વિતરણ વ્યવસ્થા, સર્વેની કામગીરી માટે ટીમની રચના, કોઝવે અને નીચા પુલ ઉપર પાણીનું લેવલ દર્શાવતું ઈન્ડીકેટર, એસ.ટી. વ્યવસ્થા, પ્રાણીઓના રસીકરણ, બચાવ તેમજ મૃત પ્રાણીની વ્યવસ્થા કરવા, ખેતીવાડી તથા ઔદ્યોગિક જોખમ સમયે રાહત કામગીરી માટે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર