પાલનપુરના આકેસણ ગામે રેસીડેન્સીનું વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ

સ્થાનિકો દ્વારા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત ; પાલનપુર તાલુકાના આકેસણ ગામે આવેલ દેવ રેસીડેન્સીમા સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાઇ ગયું હતું. સોસાયટીની બાજુની જગ્યામાં મકાનો બાંધવા માટે માટીનું પુરણ કરવામાં આવ્યું હોઇ વરસાદી પાણીના ભરાવાની સમસ્યા સર્જાતા સ્થાનિકો દ્વારા વરસાદી પાણીની સમસ્યા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. આકેસણ ગામે 140 જેટલા મકાન ધરાવતી દેવ સોસાયટીમાં 700 જેટલા પરિવારો વસવાટ કરે છે. આ સોસાયટીની બાજુની જગ્યામાં મકાનો બાંધવા માટે અહી માટીથી મોટા પ્રમાણમાં પુરણ કામ કરવામાં આવતા આ સોસાયટીનું વરસાદી પાણી અવરોધાયું છે. જેને લઇ સામાન્ય વરસાદમાં આ સોસાયટી બેટમા ફેરવાઇ રહી છે.જેને લઈ સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હોઇ તેમની સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ લાવવા માટે જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ટેગ્સ:#District Collector#Local Governance#Palanpur Taluka#Akesan Village#Community Representation#Environmental Issues#Rainwater Flooding#Local Grievances#Dev Residency#Urban Development Impact#Flood Management#Resident Hardship#Soil Filling Issues
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
4 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
4 દિવસ પહેલા
