રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ15 મે, 2026| Super Admin

ભૂમાફિયાઓ સામે કાયદાકીય શસ્ત્ર: હારિજના અરીઠા ગામે જમીન હડપ કરનારાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો

ભૂમાફિયાઓ સામે કાયદાકીય શસ્ત્ર: હારિજના અરીઠા ગામે જમીન હડપ કરનારાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો

હારિજ તાલુકાના અરીઠા ગામે જમીન પચાવી પાડવાના ગંભીર મામલે મહિલા ખેડૂતે હારિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોતાની માલિકીની ખેતીની જમીન પર ગામના જ શખ્સે ગેરકાયદેસર કબજો જમાવી કબ્જો સુપરત ન કરતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી.અરીઠા ગામની મંજુલાબેન બાબુભાઈ પટેલે વર્ષ-2018 માં ગામના ખાતા નં. 668 ના સવૅ નં. 640 ની 1-74-31હેક્ટર-આર-ચો.મી. જમીન કાયદેસર વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. વેચાણની નોંધ પણ મહેસૂલ રેકોર્ડમાં દાખલ થઈ સત્તાવાર રીતે પ્રમાણિત થયેલી હોવા છતાં જમીનનો વાસ્તવિક કબ્જો મળ્યો ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.જ્યારે તેઓ જમીનનો કબ્જો લેવા ગયા ત્યારે અરીઠાના ચેલાભાઈ મણાભાઈ રાવળએ આ ખેતર અમારું છે તેમ કહી કબ્જો આપવાનો ઇનકાર કર્યો હતો. સાથે જ ખેતરમાં પ્રવેશ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલાએ આરોપી પાસે માલિકીના દસ્તાવેજો માંગ્યા હોવા છતાં કોઈ પુરાવા રજૂ ન કરાયા હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.

આ મામલે મંજુલાબેને અગાઉ કલેક્ટર કચેરીમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ઓનલાઈન અરજી કરી હતી. જેના આધારે મામલતદાર અને હરિજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. બાદમાં જિલ્લા લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) સમિતિ સમક્ષ બંને પક્ષોની સુનાવણી યોજાઈ હતી. સમિતિએ તપાસ અહેવાલો અને રજૂઆતોના આધારે પ્રતિવાદી જમીન પર અનઅધિકૃત કબ્જો ધરાવતા હોવાનું નોંધ્યું હતું અને સાત દિવસમાં કબ્જો અરજદારને સોંપવા સૂચના આપી હતી.તેમ છતાં કબ્જો સુપરત ન થતાં આખરે મહિલા ખેડૂતે હારિજ પોલીસ સ્ટેશનમાં ફરી લેખિત ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર