રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા13 જુલાઈ, 2026| Super Admin

વડનગરમાં જુગારધામ પર LCB નો સપાટો: બે શખ્સોની ધરપકડ

વડનગરમાં જુગારધામ પર LCB નો સપાટો: બે શખ્સોની ધરપકડ

મહેસાણા જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે વડનગર શહેરમાં ચાલતા વરલી-મટકાના ગેરકાયદેસર જુગારધામ પર મોટી કાર્યવાહી કરી છે. પીઆઇ એ.એમ.કામળિયાની સૂચના હેઠળ એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીને આધારે વડનગરના નવા બસ સ્ટેન્ડ નજીક, મુનીરાજ કોમ્પલેક્ષ સામે આવેલી દરગાહની પાછળના ખુલ્લા મેદાનમાં ઓચિંતી રેડ પાડી હતી.

પોલીસની આ અચાનક કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી બે શખ્સો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ શૈલેષજી ઇશ્વરજી ઠાકોર અને રમેશજી ખેંગારજી નાથાજી ઠાકોર (બંને રહેવાસી: ભાલેસરા ઠાકોરવાસ, વડનગર) તરીકે થઈ છે. પોલીસે આ બંને પાસેથી રોકડા રૂપિયા ૧૧,૨૮૦ અને ૧,૦૦૦ રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન મળીને કુલ ૧૨,૨૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જોકે, આ જુગારના અડ્ડાનું સંચાલન કરનાર મુખ્ય આરોપી ભુરાભાઈ ઉર્ફે રણજીતજી જયંતીજી ઠાકોર પોલીસની પકડમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના અંગે વડનગર સ્માર્ટ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદાકીય તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

ટેગ્સ:#mahesana

સંબંધિત સમાચાર