રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા18 મે, 2025| Super Admin

કડીના નંદાસણ પોલીસની પીસીઆર વાનને નડ્યો અકસ્માત: 4 પોલીસકર્મીઓને સામાન્ય ઇજાઓ

કડીના નંદાસણ પોલીસની પીસીઆર વાનને નડ્યો અકસ્માત: 4 પોલીસકર્મીઓને સામાન્ય ઇજાઓ

કડી તાલુકાના નંદાસણ પોલીસની પીસીઆર વાન રાત્રીના સમયે જ્યારે પેટ્રોલિંગ કરવા નીકળી હતી ત્યારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું તેવા સમયે પુરપાટ ઝડપે આવી રહેલ આઇસર ગાડીએ પીસીઆર વાનને પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારતા ગાડીને અકસ્માત નડ્યો હતો. જ્યાં પોલીસની પીસીઆર વાનને આઇસર ચાલકે ટક્કર મારી હતી, ઘટનામાં 4 પોલીસ કર્મીઓને નાની મકતી ઇજાઓ થતા તાત્કાલીક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જોકે સદ નસીબે આ ઘટનામાં મોટી જાનહાની ટળી હતી, મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલ રાજપુર પાસે થયો અકસ્માત. પ્રાપ્ત માહિતી અનુસાર કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનની સેકન્ડ પીસીઆર વાન નં. GJ 2 GA 1186ને શનિવારે મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. નંદાસણથી છત્રાલ તરફ જતાં રાજુપર નજીકના વિસ્તારમાં પુરપાટ ઝડપે પાછળથી આવેલા આઇસર ચાલકે પીસીઆર વાનને જોરદાર ટક્કર મારી હતી. પીસીઆર વાન ચાલક સંજયભાઈ ચૌધરી, ઈન્ચાર્જ ચેહરાભાઈ તેમજ જીઆરડી જવાનો રમેશભાઈ અને પિન્ટુભાઈ વગેરે રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતા. આ અકસ્માતમાં આઇસરની ટક્કર વાગ્યા બાદ પીસીઆર વાન હાઈવે રોડ પર પલટી ગઈ હતી. અકસ્માતને નજરે જોનારા લોકો તાત્કાલિક દોડી આવી પોલીસ ની પીસીઆર વાનમાં ફસાયેલા પોલોસકર્મીઓને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં નાની મોટી ઇજાઓ પામેલા ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને વાનમાંથી બહાર કાઢી તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવેલી 108 એમ્બ્યુલન્સ દ્વારા નંદાસણના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જોકે અકસ્માતમાં ઘવાયેલાચારેય પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજાઓ પહોંચેલા હોઈ પ્રાથમિક સારવાર કરી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ પીસીઆર વાનને અજાણતા ટક્કર મારનાર આઇસર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

સંબંધિત સમાચાર