રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા5 માર્ચ, 2025| Super Admin

લક્ષ્મીપુરાને જોડતા રોડ પરની ઝૂંપડપટ્ટી પર જેસીબી ફરી વળ્યું: શ્રમજીવીઓ બન્યા બેઘર

લક્ષ્મીપુરાને જોડતા રોડ પરની ઝૂંપડપટ્ટી પર જેસીબી ફરી વળ્યું: શ્રમજીવીઓ બન્યા બેઘર
રૂ.29 લાખના ખર્ચે નવીન રોડ બનશે, નડતરરૂપ 20 દબાણો દૂર કરાયા; પાલનપુરમાં લક્ષ્મીપુરાને જોડતા રોડ પર ડોકટર હાઉસ પાસે થયેલા દબાણો પર આજે પાલિકાની ટિમ ત્રાટકી હતી. જેમાં ઝૂંપડપટ્ટી પર જેસીબી ફરી વળતા શ્રમજીવીઓ બેઘર બન્યા હતા. પાલનપુરના લક્ષ્મીપુરા ગામને જોડતા રોડ પર ડોકટર હાઉસ પાસે શ્રમજીવીઓએ ઝુંપડા બનાવી દબાણ કર્યું છે. ત્યારે રોડ બનાવવામાં નડતર રૂપ દબાણો દૂર કરાવવા પાલનપુર નગરપાલિકાની ટીમ પોલીસ સાથે પહોંચી હતી. જ્યા પાલિકાની ટીમે ઝૂંપડ પટ્ટીના દબાણો દૂર કર્યા હતા. જોકે, ઝૂંપડાઓ પર જેસીબી ફરી વળતા શ્રમજીવી ઓ બેઘર બન્યા હતા. આગાઉ પણ આ માર્ગ પર પાલિકા દ્વારા  લોકોની રજુઆત ને લઈને દબાણ દૂર કરવામાં આવ્યા હતા. સમય જતા ફરી શ્રમજીવી પરિવારો રોડની સાઈડમાં ઝુંપડા બનાવી રહેવા લાગ્યા હતા. દરમિયાન, ફરીવાર પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાની ટીમે જેસીબી મશીન સાથે ડોકટર હાઉસના પાછળ ભાગમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં અંદાજીત 20 જેટલા શ્રમજીવી પરિવારના ઝુંપડા તોડી દેવામાં આવ્યા હતા. પાલનપુર ડૉક્ટર હાઉસના પાછળ ના ભાગ  થી લક્ષ્મીપુરા ફાટક સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ભાજપ કર્યાલય થી ગુપ્તા સમાજની વાડી સુધી અંદાજીત રૂ.29 લાખ ના ખર્ચે નવીન રોડ બનવવાની કામગીરી ટૂંક જ સમયમાં શરૂ  થનાર છે. જેને લઈને દબાણો દૂર કરાયા હતા.

સંબંધિત સમાચાર