રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા21 જુલાઈ, 2026| Super Admin

મહેસાણા જિલ્લામાં ફાર્મર રજીસ્ટ્રી માટે ગ્રામસેવકોની સઘન જનજાગૃતિ ઝુંબેશ

મહેસાણા જિલ્લામાં ફાર્મર રજીસ્ટ્રી માટે ગ્રામસેવકોની સઘન જનજાગૃતિ ઝુંબેશ

મહેસાણા જિલ્લામાં ખેડૂતોને કૃષિલક્ષી સરકારી યોજનાઓનો સીધો અને પારદર્શક લાભ મળે તે આશયથી 'ફાર્મર રજીસ્ટ્રી ઝુંબેશ'ને વેગવંતી બનાવવામાં આવી છે. આ માટે જિલ્લાના વિવિધ ગામડાઓમાં ગ્રામસેવકો દ્વારા ખેડૂતોને જાગૃત કરવાની સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ ખેડૂતોને ફાર્મર આઈડીના ફાયદાઓ અને તેની નોંધણી કેવી રીતે કરવી તેની વિસ્તૃત સમજ આપવામાં આવી રહી છે.

કૃષિ વિભાગના ગ્રામસેવકો ગામેગામ રૂબરૂ પહોંચીને ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી રહ્યા છે. તેઓ ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે જરૂરી પુરાવાઓ વિશે માહિતગાર કરે છે અને નોંધણી વખતે પડતી મૂંઝવણો કે પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવી રહ્યા છે. આ નવો ડેટાબેઝ તૈયાર થવાથી ખેડૂતોની સચોટ અને પ્રમાણભૂત માહિતી સરકાર પાસે ઉપલબ્ધ રહેશે, જેથી ભવિષ્યમાં કોઈપણ આર્થિક સહાય કે અન્ય યોજનાઓનો લાભ વિના વિલંબે ખેડૂતો સુધી પહોંચાડી શકાશે.

ખેડૂતોને આ સરકારી પહેલનો મહત્તમ લાભ લેવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. હાલમાં સમગ્ર મહેસાણા જિલ્લામાં આ જાગૃતિ કાર્યક્રમ અવિરતપણે ચાલી રહ્યો છે. તંત્રનો મુખ્ય ઉદ્દેશ એ છે કે શક્ય તેટલા વહેલા તમામ ધરતીપુત્રો આ રજીસ્ટ્રી પ્રક્રિયા પૂર્ણ કરે અને કૃષિ વિકાસને લગતી તમામ યોજનાઓનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકે.

ટેગ્સ:#mahesana

સંબંધિત સમાચાર