સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી ખેડબ્રહ્માને જોડતી રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનના નિરીક્ષણનો પ્રારંભ થયો છે. આ નિરીક્ષણ માટે PCEE સહિતના અધિકારીઓ 'પરખ ઇન્સ્પેક્શન' કારમાં રવાના થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે સવારે 10:30 કલાકે PCEE રજનીશકુમાર ગોયલ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે અસારવાથી 'પરખ ઇન્સ્પેક્શન' કારમાં હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનના નિરીક્ષણ માટે રવાના થયા હતા. આ ઇન્સ્પેક્શન કાર ઇડર થઈને બપોર સુધીમાં ખેડબ્રહ્મા પહોંચશે. સાંજે ખેડબ્રહ્માથી હિંમતનગર સુધી ઇલેક્ટ્રિક લોકો ટ્રાયલ પણ હાથ ધરવામાં આવશે.
હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનનું નિરીક્ષણનો પ્રારંભ

સંબંધિત સમાચાર
સાબરકાંઠામેઘરજમાં ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી: અરવલ્લીમાં ૩૫ લાખ રોપા વાવવાનું લક્ષ્ય
1 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં રેડ ક્રોસ સોસાયટીના નવીન ભવનનું ભૂમિપૂજન: માનવસેવા માટે ધમધમશે નવું સંકુલ
2 દિવસ પહેલા
સાબરકાંઠાઇડર પોલીસની લાલ આંખ: આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે કડક ટ્રાફિક ડ્રાઇવ શરૂ
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના નવા કાર્યાલયનો હિંમતનગર ખાતે શુભારંભ
5 દિવસ પહેલા
