રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ2 મે, 2025| Super Admin

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનો પ્રારંભ કરાયો

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનો પ્રારંભ કરાયો
ભારતીય જન ઔષધિ કેન્દ્ર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને પોસાય તેવી વ્યાજબી ભાવે દવા મેળવવા માટે આશીર્વાદરૂપ બનશે; ભારત સરકારના ફાર્માસ્યુટિકલ ડિવાઇસ બ્યુરો ઓફ ઇન્ડિયા,ગુજરાત સરકાર તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને પોસાય તેવા વ્યાજબી ભાવે દવાની ખરીદી માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર નું ગુરુવારે પાટણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,તપસ્વી અરવિંદભાઈ પટેલ રેડક્રોસ ભવન ખાતે પાટણ જિલ્લા કલેકટર અને પાલિકા પ્રમુખ તેમજ જિ.આરોગ્ય અધિકારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ જન ઔષધિ કેન્દ્રના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો એ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ આ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાની શરૂઆત થઇ છે. પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાએ ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે, જેનો હેતુ એ છે કે દેશના દરેક નાગરિકને ગુણવત્તા વાળી અને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ વિઝન ને ચરિતાર્થ કરવા માટે ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત ના ચેરમેન અજય પટેલ દ્વારા આ મુહીમને આગળ વધારાઈ રહી હોવાનું જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર