રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા25 મે, 2025| Super Admin

મહેસાણામાં ડૉ.પ્રવીણ તોગડીયાની વિશેષ ઉપસ્થિતીમાં રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા યુવા પ્રશિક્ષણ વર્ગ યોજાયો

મહેસાણામાં ડૉ.પ્રવીણ તોગડીયાની વિશેષ ઉપસ્થિતીમાં રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા યુવા પ્રશિક્ષણ વર્ગ યોજાયો

મહેસાણામાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના નેતૃત્વ હેઠળ બાળકો અને યુવાઓના સ્વરક્ષણ માટે વિશિષ્ટ તાલીમનું આયોજન તા: 21/5/2025 થી 25/5/2025 સુધી ચોરાસી વિધા સંકુલ, ગીલોસણ (નુગર), તા-જી.મહેસાણા ખાતે યોજાયું હતુ. જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મુખ્ય કાર્યવાહક અને નેતા તેમજ કરોડો હિન્દુઓના હૃદય સમ્રાટ ડૉ.પ્રવીણ તોગડીયાના સીધા માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું. આ તાલીમમાં શિબિરાર્થીઓમાં દેશભક્તિની ભાવના સાથે વિવિધ પ્રકારની તાલીમ આપવા ડૉ. પ્રવીણ તોગડીયાએ વિશેષ હાજરી આપી ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં ઉત્તર ગુજરાત સહિત અને જિલ્લાના બાળકો અને યુવાનો હોંશેહોંશે જોડાયા હતા. આ પ્રશિક્ષણ તાલીમમાં પ્રતિ વર્ષની જેમ સ્વરક્ષણ માટે વીર હિન્દૂ વિજેતા હિન્દૂ શિબિરના કેમ્પ દ્વારા સમગ્ર દેશમાં 35 જેટલા શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ પાંચ હજારથી પણ વધુ ટ્રેનિંગ લઈ રહ્યા છે ત્યાં પછી આ યુવાનો દ્વારા દેશના લાખો લોકોને સ્વરક્ષણની ટ્રેનિંગ આપી તૈયાર કરાશે જે વીર હિન્દૂ, વિજેતા હિન્દૂ અભિયાન અંતર્ગત દેશભરમાં અભિયાન ચલાવવામાં આવશે. આ તાલીમ અનુસંધાને ગુજરાત પ્રાંતના 26 જિલ્લાઓ પૈકી 18 જિલ્લાના યુવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં જુદા જુદા જીલાઓ માંથી કુલ 122 યુવાનો તાલીમમાં જોડાયા હતા, તાલીમ દરમિયાન પ્રશિક્ષણ આપતા 14 શિક્ષકોની સાથે 7 પ્રબંધકો અને અધિકારીઓ દ્વારા તાલીમ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર