રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 જૂન, 2026| Super Admin

જુનાડીસામાં વિકાસ કામોમાં ગોટાળા મુદ્દે ભૂખ હડતાલ યથાવત : પંથકમાં ગરમાવો

જુનાડીસામાં વિકાસ કામોમાં ગોટાળા મુદ્દે ભૂખ હડતાલ યથાવત : પંથકમાં ગરમાવો

 ગ્રામજનો જિલ્લા કક્ષાની તપાસની માંગ પર અડગ

ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં ગ્રામ પંચાયતના વિકાસ કામોને લઈને ભારે વિવાદ સર્જાયો છે.એક યુવાન ગ્રામજનોના સમર્થનથી છેલ્લા ત્રણ દિવસથી પંચાયત સામે ભૂખ હડતાલ પર બેઠો છે. તેની તબિયત લથડતા ડીસા સિવિલમાં સારવાર બાદ પણ ત્રીજા દિવસે આંદોલન યથાવત રાખ્યું છે.

ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે છેલ્લા ૧૫ વર્ષ દરમિયાન ગામમાં થયેલા વિકાસ કામોમાં સરકારી રેકોર્ડ પર જે કામો પૂર્ણ થયેલા દર્શાવાયા છે, તેમાંથી અનેક કામો વાસ્તવિક રીતે સ્થળ પર અસ્તિત્વમાં જ નથી.તેથી છેલ્લા ૧૫ વર્ષના તમામ વિકાસ કામોનો હિસાબ સાર્વજનિક કરવામાં આવે અને તમામ કામોનું સ્થળ નિરીક્ષણ કરી તટસ્થ તપાસ કરવામાં આવે જેથી દૂધનું દૂધ અને પાણી થઈ શકે. જો કે 

​મામલો વધુ ગંભીર બનતા ગત મોડી સાંજે ડીસા તાલુકા વિકાસ અધિકારી જે. બી. ચૌધરીએ ધરણા સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે ભૂખ હડતાલ પર બેઠેલા યુવક સહિત ગ્રામજનોને ખાતરી આપી હતી કે આ બાબતે ​તટસ્થ તપાસ કરવામાં આવશે અને જો કોઈ કસૂરવાર સાબિત થશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે.પરંતુ ગ્રામજનો પોતાની માંગ પર અડગ રહ્યા છે. તેમનું કહેવું છે કે આ મામલે જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસ સમિતિ નીમવામાં આવે અને પંચાયતના તમામ સંબંધિત રેકોર્ડ તાત્કાલિક અસરથી કબજે લેવામાં આવે, જેથી પુરાવા સાથે કોઈ છેડછાડ ન થાય. હાલમાં આ મુદ્દે પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

સંબંધિત સમાચાર