રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા31 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસા સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો; સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદ

ડીસા સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો; સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદ

ડીસાની ચોથી એડિશનલ સેશન્સ કોર્ટે પોક્સો એક્ટ હેઠળના એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે એક સગીર કિશોરી પર બળાત્કાર ગુજારવા બદલ આરોપીને 10 વર્ષની સખત કેદ અને રૂ. 10,000 નો દંડ ફટકાર્યો છે. આ ચુકાદો સમાજમાં વધતા જતા આવા ગુનાઓ સામે એક કડક સંદેશ આપે છે. આગથળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ નંબર 58/2017 ની વિગત અનુસાર, આરોપી સુરેશભાઈ માજીરાણા (રહે. ખેરોલા, તા. લાખણી) એ 15 વર્ષ અને આઠ મહિનાની સગીર કિશોરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરી પોતાના બે નાના ભાઈઓ સાથે ઘરની બહાર ઓસરીમાં સૂતી હતી ત્યારે મોડી રાત્રે આરોપીએ તેનો હાથ પકડી, ચપ્પુથી મારી નાખવાની ધમકી આપી, તેની પર બળજબરીથી બળાત્કાર કર્યો હતો. આ અંગે તેણીએ આગથળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસની તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ગોહિલ દ્વારા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા, આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસ ડીસાના નામદાર ચોથા એડિશનલ સેશન્સ જજ એમ.જે. ઝાલા સમક્ષ ચાલી ગયો.કોર્ટમાં સરકારી વકીલ નિલમબેન એસ.વકીલ (બ્રહ્મભટ્ટ) એ સગીર દીકરીઓ પર થતા અત્યાચારના કેસમાં વધુમાં વધુ સજા કરવાની ભારપૂર્વક દલીલો કરી હતી, જેથી સમાજમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય.સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને, કોર્ટે આરોપી સુરેશભાઈ માજીરાણાને દોષિત ઠરાવ્યો. અને ભારતીય દંડ સંહિતાની કલમ 376 હેઠળ 10 વર્ષની સખત કેદ અને રૂ. 10,000 નો દંડ ફટકાર્યો. જો આરોપી દંડ ન ભરે, તો તેને વધુ ત્રણ મહિનાની સાદી કેદ ભોગવવી પડશે. આ ઉપરાંત, ઇપીકો કલમ 506 (2) હેઠળ ધમકી આપવાના ગુના બદલ એક વર્ષની સખત કેદ અને રૂ. 1,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જે ન ભરવાની સ્થિતિમાં વધુ 10 દિવસની સાદી કેદ ભોગવવી પડશે. આ ચુકાદો સમાજ માટે એક દાખલારૂપ છે અને તે દર્શાવે છે કે સગીર દીકરીઓ પર થતા અત્યાચારોને કોર્ટ ગંભીરતાથી લે છે.

સંબંધિત સમાચાર