ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાવળની ઝાડીઓથી ઢંકાયું

ગંદગી અને બાવળોથી આરોગ્યધામ માંદગીનું ધામ બન્યું
સરકાર દ્વારા સ્વચ્છતાનું અભિયાન ચલાવામાં આવી રહ્યું છે જેમાં ભિલડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા ના નામે ઉડ્યા ધજાગરા. ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૩૦ થી વધુ આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહે છે. જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્રના આગળના ભાગે અને પાછળના ભાગે બાવળો અને વેસ્ટ દવાઓના કચરાથી ગંદગીથી મચ્છરોના ઉપદ્રવ અને ગંદકીના કારણે દુર્ગંધ મારી રહી છે અને અનેક વાર ઝેરી જનાવરો પણ દવાખાનામાં અને કર્મચારીઓના પરિવારના ક્વાટરમાં ઘુસી જાય છે. જેને લઈને આરોગ્ય કર્મચારીઓ અને દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. લોકો આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છ થવા જતા હોય છે. પરંતુ ભીલડી આરોગ્ય કેન્દ્રમાં ગંદકી અને બાવળોથી દર્દીઓ માંદગી પોતાના ઘરે લઈને આવે તેવી હાલત છે. તો સત્તાધીશો દ્વારા બાવળ કાપી સ્વચ્છતા કરાવવામાં આવે તેવી કર્મચારીઓ અને દર્દીઓની માંગ છે.
ટેગ્સ:#public health#patient safety#cleanliness campaign#Local Government Action#Environmental Issues#Disease Prevention#waste management#Community Health Centers#Health Worker Conditions
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ બનાસ નદીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપીઓ ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર હાઈવે પર સ્પા સેન્ટર ઉપર દરોડો : થાઈલેન્ડની 5 યુવતીઓ સહિત 7 ની અટકાયત
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના હવાઇ પિલર નજીકથી મોટર સાયકલની ચોરી : પોલીસ ફરિયાદ નોંધાઈ
2 દિવસ પહેલા
બનાસકાંઠારાજ્યસભાના ઉપાધ્યક્ષે પરિવાર સાથે મા અંબાના દર્શન કર્યા
2 દિવસ પહેલા
