રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા13 જૂન, 2026| Super Admin

વિસનગરમાં ભવ્ય 'મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ' ખુલ્લો મુકાયો

વિસનગરમાં ભવ્ય 'મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ' ખુલ્લો મુકાયો

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. દ્વારા વિસનગર ખાતે એક ભવ્ય 'મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ ૨૦૨૬' નું આયોજન કરવામાં આવ્યું છે. વિસનગરના મહેસાણા ચોકડી નજીક આવેલા મજૂર સહકારી મંડળીના મેદાનમાં ૧૨ થી ૧૮ જૂન દરમિયાન યોજાનારા આ કળા મહોત્સવનો શુભારંભ રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન સમારોહમાં મહેસાણા જિલ્લાના સાંસદ હરીભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રદર્શનમાં ગુજરાતની પરંપરાગત અને ઐતિહાસિક હસ્તકળાનો અદભુત સમન્વય જોવા મળી રહ્યો છે. મુલાકાતીઓ માટે અહીં વિવિધલક્ષી કળાઓથી સજ્જ અનેક સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં હાથશાળ, આકર્ષક માટીકામ, મોતીકામ, ચર્મકામ અને વાંસકામની બેનમૂન ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, પ્રખ્યાત પટોળાં, બાંધણી, કચ્છી ભરતકામ, અજરખ બ્લોક પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલિયા, મશરૂ, કલમકારી, કાષ્ટકલા અને ટેરાકોટા જેવા કસબીઓના ઉત્કૃષ્ટ નમૂનાઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. અહીં ગ્રામીણ અને શહેરી કારીગરીનો અનોખો સંગમ એક જ સ્થળે માણવા મળશે.

આ ફેસ્ટિવલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની મહિલા ઉદ્યોગ સાહસિકો અને કારીગર બહેનોને આર્થિક રીતે સ્વનિર્ભર અને સક્ષમ બનાવવાનો છે. આ મેળા થકી મહિલાઓના ઉત્પાદનોને એક સીધું અને યોગ્ય બજાર પૂરું પાડવાનો સઘન પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને સ્થાનિક કળાને પ્રોત્સાહન મળે તે હેતુથી આયોજિત આ મેળો મુલાકાતીઓ માટે દરરોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી રાત્રીના ૧૦:૦૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આયોજકો દ્વારા તમામ કળારસિકો અને નગરજનોને આ હસ્તકળા મેળાની અચૂક મુલાકાત લઈ મહિલા કારીગરોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર