રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ28 મે, 2025| Super Admin

પ્રેમીકાએ પોતાના પ્રેમીને પામવા દ્રશ્યમ ફિલ્મની જેમ આધેડ પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો

પ્રેમીકાએ પોતાના પ્રેમીને પામવા દ્રશ્યમ ફિલ્મની જેમ આધેડ પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો
પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પ્રેમી યુગલ ને ઝડપી કાર્યવાહી હાથ ધરી પાટણના સાંતલપુરના જાખોત્રા ગામે ફિલ્મી ઢબે આધેડની હત્યા કરાઇ હોવાનો ચકચારી મામલો સપાટી પર આવ્યો છે. આ કિસ્સાને દ્રશ્યમ ફિલ્મને જોયા બાદ અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. યુવક-યુવતિએ એકબીજા સાથે રહેવા માટે આ ગુનાને અંજામ આપ્યો હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. જો કે, પોલીસે ગણતરીના સમયમાં હત્યાના આરોપી જોડાની ધરપકડ કરી છે. જે બાદ બંને વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાટણના સાંતલપુરના જાખોત્રા ગામે તાજેતરમાં તળાવ પાસે સળગેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસનું પગેરૂં યુવક-યુવતિ સુધી પહોંચ્યું હતું. શંકાના આધારે બંનેની પુછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત ખુલવા પામી હતી. પોલીસને જાણવા મળ્યું કે, ગીતા અને ભરત વચ્ચે પ્રેમ હતો. બંને એકબીજા સાથે રહેવા માંગતા હતા. તાજેતરમાં દ્રશ્યમ ફિલ્મ જોઇને તેમણે હત્યાનો પ્લાન ઘડી દીધો હતો. પ્લાન મુજબ વૌવા ગામની સીમમાં આધેડને પકડીને તેમની હત્યા કરવામાં આવી હતી. પ્રેમી ભરતે આ ગુનાને અંજામ આપ્યો હતો. હત્યા બાદ આધેડના મૃતદેહને તળાવ પાસે મુકીને તેને પોતાના કપડાં અને પગમાં ઝાંઝર પહેરાવ્યા હતા બાદમાં રાત્રીના એક વાગ્યે બંનેએ આધેડના મૃતદેહ પર પેટ્રોલ નાંખીને તેને સળગાવી દીધો હતો. ઘટના બાદ બંને નાસી છુટ્યા હતા. જો કે, પોલીસે ગણતરીના સમયમાં જ બંનેને દબોચી લઇને કેસ ઉકેલી કાઢ્યો છે. આ મામલે બંને સાથે રહેવા માંગતા હોવાથી આ પગલું ભર્યું હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીને પકડી પાડીને મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર