રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા27 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસાના મુખ્ય બજારમાં આવેલ જલાની શોપિંગ સેન્ટરની ગેલેરીની દીવાલ ધરાશાયી; મોટી જાનહાનિ ટળી

ડીસાના મુખ્ય બજારમાં આવેલ જલાની શોપિંગ સેન્ટરની ગેલેરીની દીવાલ ધરાશાયી; મોટી જાનહાનિ ટળી
અફડાતફડી વચ્ચે દુકાનદારોમાં ભારે રોષ, જર્જરિત હાલત હોવા છતાં તંત્ર અને માલિકની બેદરકારી સામે સવાલ બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ જાણીતા જલાની શોપિંગ સેન્ટરમાં મોડી રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી. શોપિંગ સેન્ટરની ઉપરના ભાગે આવેલી વર્ષો જૂની અને જર્જરિત ગેલેરીની દીવાલ અચાનક ધરાશાયી થતાં સમગ્ર પંથકમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ​પ્રાપ્ત વિગતો મુજબ, ડીસાના ગીચ બજારમાં આવેલ જલાની શોપિંગ સેન્ટરની દીવાલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં ઉભી હતી. ગત મોડી રાત્રે દીવાલનો મોટો હિસ્સો અચાનક જોરદાર ધડાકા સાથે નીચે તૂટી પડ્યો હતો. દીવાલ પડવાનો અવાજ થતા આસપાસના લોકો ભયના માર્યા રસ્તા પર દોડી આવ્યા હતા. જો આ ઘટના દિવસના સમયે બની હોત, તો અનેક લોકોના જીવ જોખમાઈ શક્યા હોત.​ઘટનાને પગલે સ્થાનિક દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે ​દીવાલ લાંબા સમયથી જોખમી હાલતમાં હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું નહોતું. ​જર્જરિત બાંધકામ અંગે અગાઉ રજૂઆતો કરવા છતાં તંત્ર કે માલિક દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી નહોતી. વ​ર્ષો જૂના અને જર્જરિત શોપિંગ સેન્ટરો સામે પાલિકા તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે ? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવા પ્રશ્નો હાલમાં ડીસાની જનતામાં ચર્ચાઈ રહ્યા છે.    

સંબંધિત સમાચાર