રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 માર્ચ, 2025| Super Admin

ડીસાના રેલવે સ્ટેશન ચાર રસ્તા ઉપર અવારનવાર ટ્રાફીક ચક્કાજામ

ડીસાના રેલવે સ્ટેશન ચાર રસ્તા ઉપર અવારનવાર ટ્રાફીક ચક્કાજામ
સર્કલ ઉપર ચોમેર દબાણ સાથે ઇકો ગાડીઓનો પણ ખડકલો; બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસાના હાર્દ સમા જલારામ મંદિર સર્કલ, સરદાર બાગ પાસે, ફુવારા નજીક, જુના શાકમાર્કેટ, ગાંધીજીના બાવલા પાસે વગેરે જગ્યાઓએ રોજીંદો ટ્રાફિક ચક્કાજામ જોવા મળે છે. જેનાથી અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાઇ રહ્યા છે. તેથી ટ્રાફીક નિયમનની ફરજ બજાવતા જવાનોની કામગીરી સામે અણિયાળા સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે શહેરના રેલવે સ્ટેશન ચાર રસ્તા ઉપર પણ ઇકો ગાડીઓનો અડીંગો જોવા મળી રહ્યો છે. વધુમાં આ સર્કલ ઉપર ચારે બાજુએથી અડચણ રૂપ દબાણો જોવા મળી રહ્યા છે. તેથી આખો દિવસ વાહનોની અવરજવરથી ધમધમતા આ સર્કલ ઉપર પણ ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો રોજીંદા બનવા લાગ્યા છે.જે ટ્રાફિક જામના કારણે અન્ય વાહન ચાલકો સાથે લોકો પણ તોબા પોકારી ઊઠે છે.તેમ છતાં પોલીસ જવાનો દૂર ઉભા રહી માત્ર તમાશો નિહાળે છે. આ બાબતે મિડિયા દ્વારા અવારનવાર પોલીસ તંત્રનું ધ્યાન દોરવા છતાં હપ્તાના હડમાલા કે અન્ય કારણોસર આ ટ્રાફિક કે રોડને નડતરરૂપ દબાણો હટાવવા જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેથી પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી જાય છે. જેના પગલે ઇકો ગાડીઓના ખડકલાને લઈ કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ ? તેવો સ્થાનિક રહોશોમાં સવાલ ઉઠવા પામ્યો છે ત્યારે આ બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર