મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાની મોર્ડન સ્કૂલની ૩૦ કેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર

તાત્કાલિક સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકા ગોરિયાપુરા વિસ્તારમાં ચાલતી મોર્ડન સ્કૂલમાં આવેલ લેડીઝ હોસ્ટેલમાં અંદાજિત ૩૦થી ૩૫ વિધાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ ગઈ હતી. સતલાસણા તાલુકાના સતલાસણા ગામ નજીક આવેલા ગોરિયાપુરા વિસ્તારમાં કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાઈબલ વિસ્તારની દિકરીઓ માટે ધોરણ ૬ થી ૧૨ સુધી રહેવા જમવા સાથે અધ્યતન મોર્ડન સ્કૂલ બનાવવામાં આવી છે અને કસ્તુરબા ગાંધી વિધાલય પણ આવેલ છે જેમાં અંદાજિત મોર્ડન સ્કૂલમાં ૧૨૫ જેટલી દિકરીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહી હતી ગઈકાલે રાત્રે ભોજન જમ્યા બાદ અચાનક અંદાજિત ૩૦ થી ૩૫ જેટલી દિકરીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. અને જેમાં થી ૧૯ જેટલી દિકરીઓને ખોરાકી ઝેરની અસર વધારે હોય વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ તમામ દિકરીઓને સારવાર હેઠળ રાખવામાં આવી છે.
મહેસાણાના સતલાસણા તાલુકાના ગોરિયાપુર ગામમાં આવેલી આદર્શ નિવાસી મોડલ સ્કૂલની હોસ્ટેલમાં ક્રિસમસની ઉજવણી બાદ ભોજન લેવાથી ૨૦ થી ૨૨ જેટલી દિકરીઓને અચાનક ખોરાકી ઝેરની અસર થતાં સમગ્ર પંથકમાં દોડધામ મચી જવા પામી હતી. રાત્રિનું ભોજન અને ચોકલેટ ખાધા પછી અચાનક જ દિકરીઓને ઉધરસ, ઊલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ ઊઠવા પામી હતી. જેના કારણે સંખ્યામાં વધારો થતાં અલગ અલગ પાંચ એમ્બ્યુલન્સ દ્વારા તે તમામ દિકરીઓને તાત્કાલિક સારવાર માટે વડનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમા હાજર તબીબના જણાવ્યા અનુસાર, ખોરાકી ઝેરના કારણે શ્વાસની તકલીફ ઉદ્દભવતા પાંચ જેટલી દિકરીઓને આઈસીયુંમાં દાખલ કરવામાં આવી હતી. જેમાંથી ૪ દિકરીઓને સુધારો આવ્યો હતો. જ્યારે અન્ય એક દીકરી શ્વાસની વધુ તકલીફના કારણે આઇસીયુંમાં રાખવામાં આવી છે. કેટલીક દિકરીઓને અસહ્ય ઉધરસ અને ઓક્સિજન ઘટી ગયું હતું, જે તમામ દિકરીઓની હાલત હાલના સમયમાં સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇને આરોગ્ય વિભાગ દ્વારા હોસ્ટેલના ભોજનનાં સેમ્પલ લઈ વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના જણાવ્યાં પ્રમાણે મેડમે ચોકલેટ આપ્યા બાદ ઘણી બધી વિદ્યાર્થિનીઓની તબિયત અચાનક જ બગડી હતી. સ્કૂલમાં ક્રિસમસની રજા હતી અને સ્કૂલની વિદ્યાર્થીનીઓ ઉજવણીની તૈયારીઓ કરી રહી હતી, ત્યારે લગભગ સાંજના પાંચ વાગ્યે બધું તૈયાર કર્યા બાદ હાજરી પૂરી અને પછી જમવા માટે ગઈ હતી. જમીને થોડીવાર આંટા માર્યા પછી ક્રિસમસ હતી તો સ્પીકર કાઢીને બધી વિદ્યાર્થીનીઓ મેડમની ના પાડવા છતાંય નાચી હતી. થોડીકવાર થઈને મેડમે ચોકલેટો આપી અને એ ખાધી અને એ દરમિયાન અચાનક જ હાજર રહેલી વિદ્યાર્થીનીઓને ઉધરસ અને ઊલટી થવા લાગતા સ્કૂલના શિક્ષકોએ યુદ્ધના ધોરણે રિક્ષા બોલાવીને તમામ વિદ્યાર્થીનીઓ દવાખાને લઈ ગયાં હતા.
ક્રિસમસની ઉજવણી દરમિયાન ચોકલેટ ખાધા પછી સ્કૂલની ૨૦ થી ૨૨ વિદ્યાર્થિનીઓને રાત્રે ખોરાકી ઝેરની અસર થઈ હતી. સ્કૂલમાં અભ્યાસ કરતી ૧૬૫ વિદ્યાર્થિનીઓમાંથી ૨૦ થી ૨૨ વિદ્યાર્થિનીઓને અસર થઈ હતી, જોકે હાલમાં હોસ્ટેલમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામનું ચેકઅપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ સતલાસણા ગામ નજીક આવેલા ગોરિયાપુરા વિસ્તારમાં કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાઈબલ દિકરીઓ માટે ચલાવવામાં આવતી મોર્ડન સ્કૂલમાં ક્રિસમસની ઉજવણી કરી રહેલી વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. જે તમામ સારવાર હેઠળ દાખલ કરવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
3 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ : પોલીસને મોટી સફળતા મળી
3 દિવસ પહેલા
મહેસાણાવડનગરમાં આંબેડકર ભવનની જમીન પર તંત્રનું બુલડોઝર : ગેરકાયદેસર દબાણોનો સફાયો
3 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસનો મોટો સપાટો : ₹3.36 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું
6 દિવસ પહેલા
