રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા20 એપ્રિલ, 2026| Super Admin

ડીસાની યુવતિના શંકાસ્પદ મોત મામલે પતિ સહિત પાંચ સામે ગુનો નોંધાયો

ડીસાની યુવતિના શંકાસ્પદ મોત મામલે પતિ સહિત પાંચ સામે ગુનો નોંધાયો

દહેજ માટે ત્રાસ આપ્યાના આક્ષેપ વચ્ચે નર્મદા કેનાલમાં પડી જતા મોત, પોલીસ તપાસ શરૂ

ડીસાની રહેવાસી બિલ્કિશ બાનું (ઉંમર. 26) ના શંકાસ્પદ મોતના મામલે થરાદ પોલીસે પતિ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવતિના પિતાએ સાસરી પક્ષ પર દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવાના ગંભીર આક્ષેપ કર્યા છે. મળતી માહિતી મુજબ, બિલ્કિશ બાનુંના લગ્ન આજથી અંદાજે છ વર્ષ અગાઉ વાવ તાલુકાના માલસણ ગામે રહેતા કરીમભાઈ રેમતાભાઈ ઘાંચી સાથે થયા હતા. લગ્નના પ્રથમ દોઢ વર્ષ દરમિયાન દાંપત્ય જીવન સુખમય રહ્યું હતું. અને આ દરમ્યાન બે સંતાનો પણ થયા હતા. જોકે, છેલ્લા ચાર વર્ષથી સાસરી પક્ષ દ્વારા દહેજની માંગ સાથે બિલ્કિશબેનને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ છે.

પરિવારજનોના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ દહેજ તારા બાપ ના ત્યાંથી તું લેવલ નથી. અમે ડિલિવરી નહિ કરાવીએ તેવું કહેલ તો અમે બિલ્કિસબાનું ને ડીસા લાવી ડિલિવરી કરાવેલ. ત્યારબાદ બે મહિના બાદ પતિ કરીમભાઈ બે દિવસ ડીસા રોકવી બિલ્કિસબાનુંને લઇ ગયેલ. પરંતુ ત્યાં ગયા બાદ શારીરિક અને માનસિક ત્રાસ આપતા બિલ્કિસબાનું કંટાળી ગયેલા હતી. 14 એપ્રિલની રાત્રે લગભગ 11 વાગ્યે બિલ્કિશબેને પોતાના પિતાને ફોન કરી જણાવ્યું હતું કે સાસરી પક્ષના લોકો મારઝૂડ કરી રહ્યા છે અને તરત આવીને લઈ જવા વિનંતી કરી હતી. પિતાએ સવારે લેવા આવવાની ખાતરી આપી હતી.

બીજે દિવસે સવારે પરિવારજનો થરાદ જવા નીકળ્યા હતા ત્યારે જમાઈ કરીમભાઈનો ફોન આવ્યો કે “તમારી દીકરી નહેરમાં પડી ગઈ છે,” એવું કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે 15 એપ્રિલે બિલ્કિશબેન થરાદ પાસે નર્મદા કેનાલમાં પડી જતા મોતને ભેટી હતી.આ બનાવ અંગે યુવતિના પિતા ધુડાભાઈ ઘાંચીએ થરાદ પોલીસ મથકે પતિ કરીમભાઈ ઘાંચી, સસરા રેમતાભાઈ ઘાંચી, દિયર સત્તારભાઈ ઘાંચી, નબીભાઈ ઘાંચી તથા સાસુ મદીનાબેન ઘાંચી સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. યુવતિના મોત પાછળના હકીકત બહાર લાવવા માટે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર