રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા22 મે, 2026| Super Admin

મહેસાણા-ગાંધીનગર લિંક રોડ પર ગેસ લાઇન લીક થતાં લાગી આગ, અફરાતફરી

મહેસાણા-ગાંધીનગર લિંક રોડ પર ગેસ લાઇન લીક થતાં લાગી આગ, અફરાતફરી

મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર ગત રાત્રે (૨૧ મે) એક મોટી દુર્ઘટના ઘટતા સહેજમાં અટકી ગઈ હતી. લાખવડ ગામ તરફ જતા માર્ગ પર આવેલી ખારી નદી નજીકથી પસાર થતી સાબરમતી ગેસ કંપનીની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં અચાનક ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર ગેસ લીકેજ થયો હતો. ગેસ હવામાં પ્રસરતા જ ત્યાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. મોડી રાત્રે આશરે ૧:૧૪ કલાકે લાગેલી આ આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાવા લાગી હતી, જેને પગલે આસપાસના રહીશોમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જ્યારે મોડી રાત્રે આખો વિસ્તાર ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે આ ભીષણ આગ પર સ્થાનિક રહીશ વિપુલભાઈની નજર પડી હતી. તેમણે સહેજ પણ ગભરાયા વિના ભારે અગમચેતી અને સમયસૂચકતા દાખવી હતી. વિપુલભાઈએ તાત્કાલિક ધોરણે મહેસાણા મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમને આ ઘટનાની જાણ કરી ચોક્કસ લોકેશન આપ્યું હતું. તેમની આ જાગૃતતા આગામી મોટી હોનારતને રોકવામાં સૌથી મહત્વનું પગલું સાબિત થઈ હતી.

ગેસ પાઇપલાઇનમાં આગ લાગી હોવાના સમાચાર મળતા જ મહેસાણા મનપાની ફાયર બ્રિગેડની ટીમ હરકતમાં આવી ગઈ હતી. ઘટનાની સંવેદનશીલતા અને ગંભીરતાને ધ્યાને લઈને ફાયર ફાઇટરોની ટીમ વાહનો સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સાબરમતી ગેસ કંપનીના અધિકારીઓનો પણ સંપર્ક કરી ગેસનો પુરવઠો પાછળથી બંધ કરાવવામાં આવ્યો હતો.

ફાયર બ્રિગેડના જવાનોએ ગેસ લાઇનના પ્રેશર અને આગની તીવ્રતા વચ્ચે ભારે જહેમત આદરી હતી. આધુનિક સાધનો અને પાણીના સતત મારો ચલાવીને આખરે ગેસ પાઇપલાઇનની આ વિકરાળ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી સંપત્તિને નુકસાન થયું નથી. ફાયર વિભાગ અને સ્થાનિક યુવકની ત્વરિત કામગીરીને કારણે એક બહુ મોટી ઔદ્યોગિક કે રહેણાંક વિસ્તારની હોનારત ટળી ગઈ હતી, જેથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સંબંધિત સમાચાર