રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ6 જૂન, 2025| Super Admin

પાટણ જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારના જળસંચય અભિયાનમાં સહભાગી બન્યા

પાટણ જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારના જળસંચય અભિયાનમાં સહભાગી બન્યા
ચાણસ્મા ના ખોરસમગામના ખેડૂતે હોલિયા દ્વારા વહી જતા વરસાદી પાણીને જમીનમાં ઉતાર્યું; જળ સંચય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વરસાદી પાણીનો સંગ્રહ, ભૂગર્ભજળનું પુનઃભરણ અને પાણીના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવું છે. આ અભિયાન ખેતી, પીવાના પાણીની ઉપલબ્ધતા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે પાણીના સંસાધનોનું સંરક્ષણ અને વ્યવસ્થાપન કરે છે. ગુજરાતમાં 'જળ શક્તિ અભિયાન કેચ ધ રેઇન જેવી યોજનાઓ આનું ઉદાહરણ છે, જે ખેત તળાવો, ચેકડેમ અને વોટરશેડ મેનેજમેન્ટ દ્વારા જળ સંચયને પ્રોત્સાહિત કરે છે. પાટણ જિલ્લામાં પણ ખેડૂતો જળસંચય અભિયાનમાં સહભાગી બન્યા છે.જેમાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામના ખેડૂત દિવાનજી ગાંડાજીએ ખેતરમાં હોલિયું મૂકી વરસાદી વહી જતા પાણીનો સંગ્રહ કરી તેમની સિંચાઇની જરૂરિયાત પૂર્ણ કરી છે. તેમજ વરસાદી પાણીનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાથી પાણીનું સ્તર ઊંચું આવે છે. હોલીયા ને લીધે તેમની ખેતી વરસાદ આધારિત રહી નથી. તેઓ કહે છે કે આવા હોલીયા જો દરેક ખેડૂત પોતાના ખેતરમાં બનાવે તો પોતાની જમીન સાથે આજુબાજુની જમીનમાં પણ પાણીના સ્તર ઊંચા આવશે અને ખેડૂતોની પાણીની સમસ્યાનું નિરાકરણ થશે. હોલિયાનો મુખ્ય હેતુ ચોમાસામાં ખેતરનું વહી જતું વધારાનું પાણી હોળિયામાં સંગ્રહ થતુ હોવાથી પાણીના સ્તર ઊંચા લાવવામાં ઉપયોગી થાય છે.

સંબંધિત સમાચાર