રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા7 જુલાઈ, 2025| Super Admin

જિલ્લામાં બનાવેલી મોટાભાગની ખેત તલાવડીઓ પાણીથી ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી

જિલ્લામાં બનાવેલી મોટાભાગની ખેત તલાવડીઓ પાણીથી ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ બે હજાર જેટલી ખેત તલાવડી બનાવી છે આ વર્ષે જિલ્લામાં વરસાદ નહિવત છે પરંતુ જે પ્રમાણે જિલ્લામાં સરેરાશ વરસાદ પડે છે તેના કારણે બનાસકાંઠા જિલ્લામાં બનાવેલી મોટાભાગની ખેત તલાવડીઓ પાણીથી ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લામાં ભરાયેલી ખેત તલાવડી ઓના કારણે આવનારી બે સિઝન સુધી ખેડૂતો સારી રીતે ખેત તલાવડી થકી ખેતી કરી શકશે. બનાસકાંઠા જિલ્લોએ વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે વર્ષોથી જિલ્લાના ખેડૂતો ખેતી કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ વર્ષો બાદ પાણીની અછતના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેતીનું પ્રમાણ દિવસની દિવસે ઘટી રહ્યું છે. જે પ્રમાણે વરસાદની વધઘટ થઈ રહી છે તેના કારણે હવે દિવસેને દિવસે પાણીના તળ પણ ઉંડા જઈ રહ્યા છે. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં 1 હજાર કરતાં વધુ ફૂટ પાણીના તળ ઊંડા જતા રહ્યા છે. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોએ ખેતી કરવાનું પણ બંધ કરી દીધું છે સતત પાણીની અછત સર્જવાના કારણે હાલમાં જિલ્લામાં ખેતી પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ડીસા તાલુકાના શેરપુરા ગામના શિક્ષક અણદાભાઈ જાટ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ખેત તલાવડી બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. શરૂઆતના દિવસોમાં ખેડૂતોએ ખેત તલાવડી બનાવવામાં મોટો ખર્ચ થતો હોવાના કારણે આ અભિયાનમાં જોડાયા ન હતા. પરંતુ જે બાદ સતત પાણીની અછત સર્જાતા સરકાર દ્વારા ખેત તલાવડીમાં ખેડૂતોને સહભાગી બનવા માટે નિર્ણય લીધો હતો એ બાદ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક પાણીની અછત ધરાવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેત તલાવડીઓ ખેડૂતોએ બનાવી હતી અને આજે જિલ્લામાં 2 હજાર જેટલી નાની મોટી ખેત તલાવડીઓ ખેડૂતોએ પોતાના ખેતરોમાં બનાવી છે ત્યારે આ વર્ષે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ સારો વરસાદ થયો છે અને ખેડૂતોના ખેતરોમાં બનાવેલી ખેત તલાવડીઓ પાણીથી ભરાઈ જતા ખેડૂતોને મોટો ફાયદો થઈ રહ્યો છે કારણ કે વરસાદ ઓછો થવાના કારણે ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી પડે છે. ત્યારે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ થવાના કારણે અત્યારે જિલ્લામાં 2000 કરતાં વધારે ખેત તલાવડીઓમાં વરસાદી પાણી આવતા 50% જેટલી છે તલાવડીઓ પાણીથી ભરાઈ ગઈ છે જેના કારણે ખેડૂતોને આવનારી બે સીજન સુધી ખેતી કરવામાં ફાયદો થશે. ચાલુ વર્ષે ચોમાસાના શરૂઆતના દિવસોમાં જ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે અને સારા વરસાદના કારણે અત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ પોતાના ખેતરમાં વેસ્ટ વહી જતું વરસાદી પાણી રોકી અને ખેત તલાવડીમાં ઉતાર્યું છે જેના કારણે ખેડૂતોને સારો એવો ફાયદો આવનારી બે સિઝનમાં થશે પહેલા ખેડૂતોના ખેતરોમાં ખેત તલાવડી ન હતી બનાવી ત્યારે વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતું હતું. જેના કારણે ખેડૂતોની ખેતી પણ બગડતી હતી અને શિયાળો અને ઉનાળાના સમયમાં પાણી વગર ખેડૂતો 50% જેટલી ખેતી પણ કરી શકતા ન હતા પરંતુ આ વર્ષે ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી આ તમામ મુશ્કેલીઓમાંથી ખેડૂતો ઉભરી રહ્યા છે અને આ વર્ષે સારા વરસાદમાં ખેડૂતોની ખેત તલાવડીઓ ભરાઈ જતા હાલમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર