રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ1 સપ્ટેમ્બર, 2025| Super Admin

ચાણસ્માના કંબોઈ ગામે આંગડિયા પેઢીના સંચાલકો ની ધમકીથી ખેડૂતે કર્યો આપઘાત

ચાણસ્માના કંબોઈ ગામે આંગડિયા પેઢીના સંચાલકો ની ધમકીથી ખેડૂતે કર્યો આપઘાત
રૂ. ૬.૫૦ કરોડની હેરાફેરીનો ખોટો આરોપ મૂકી પરિવારને ધમકી આપતા ખેડૂતે પગલું ભર્યું.. ચાણસ્માના કંબોઇ ગામમાં આંગડિયા પેઢીના સંચાલકોની ધમકીઓથી કંટાળીને એક ખેડૂતે આત્મ હત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બાબતે મૃતક ના પુત્રે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ ચાણસ્મા ના કંબોઈ ગામના સહદેવસિંહ સોલંકી કોલકાતામાં ડી.વાય.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા હતા. પેઢીના સંચાલકો ગોવિંદજી સોલંકી,કનુજી સોલંકી અને શૈલેન્દ્રસિંહ સોલંકીએ તેમના પર પેઢીના હિસાબ માંથી સાડા છ કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ મૂક્યો હતો. આ ત્રણેય આરોપીઓ વારંવાર સહદેવસિંહના ઘરે આવતા હતા અને તેઓ સહદેવસિંહ, તેમના પિતા બળદેવજી અને પરિવારના અન્ય સભ્યોને ધમકીઓ આપતા હતા. તેઓ કહેતા કે જો પૈસા પરત નહીં કરે તો આખા પરિવારને જાનથી મારી નાખશે અને તેમની ખેતીની જમીન પડાવી લેશે.સતત ધમકીઓથી ત્રસ્ત થઈને બળદેવજી સોલંકીએ ગત તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ તેમના ખેતરમાં ઝેરી દવા પી લીધી હતી. આ બાબતની જાણ પરિવારજનોને થતાં તેઓ તેમને તાત્કાલિક સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ તા. ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ મૃતક સહદેવસિંહ ના પુત્ર દ્રારા ચાણસ્મા પોલીસ મથકે ધમકી આપનારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર