રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા27 મે, 2025| Super Admin

મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી બહાર પગાર મામલે કર્મચારીએ શરીર પર કેરોસીન છાંટ્યું

મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી બહાર પગાર મામલે કર્મચારીએ શરીર પર કેરોસીન છાંટ્યું

મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીની બહાર જ પગાર મામલે કર્મચારીએ પોતાના શરીર પર કેરોસીન છાંટી આત્મદહન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બાબતે પોલીસને જાણ થતા તાબડતોબ પોલીસ કાફલો દોડી આવતા કર્મચારીને પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કામ કરતા એક કર્મચારીએ સોમવારે મોડી સાંજે પગાર મામલે શરીરે કેરોસીન છાંટી આત્મદહન કરવાનો પ્રયાસ કર્યો હતો. મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇએ ઘટના સ્થળે પહોંચી કર્મચારી કેરોસીન છાંટીને કોઈ અનિચ્છનીય પગલું ભરે તે પહેલાં જ પકડી લેતાં અનિચ્છનીય બનાવ બનતો અટકાવી દીધો હતો. મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતા વાઘેલા વિક્રમસિંહ જવાનસિંહ નામના કર્મચારીએ પોતાને બે વર્ષ અગાઉ 28 દિવસનો પગાર નહીં મળ્યો હોવાને લઈને અનેક જગ્યાએ લેખિક અને મૌખિક રજૂઆત કરી હતી. પરંતુ પોતાના પગાર મામલે ક્યાંયથી હકારાત્મક અભિગમ જોવા ન મળતા કંટાળીને વિક્રમસિંહે સોમવારે મોડી સાંજના સમયે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની બહાર આવી પગાર મામલે બળાપો ઠાલવતા હોબાળો મચાવીને પોતાના શરીર પર કેરોસીન છાંટી આત્મદહનનો પ્રયાસ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે વિક્રમ વાઘેલા કોઈ જોખમી કે જીવલેણ પગલું ભરે કરે તે પહેલા મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એલ.વાઘેલાએ ઘટના સ્થળે પહોંચી વિક્રમસિંહને પકડી પાડી આત્મદહનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ મામલે પોલીસે વિક્રમસિંહને પૂછપરછ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર