રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ17 માર્ચ, 2025| Super Admin

રેલવે ટ્રેક ઓળંગી રહેલા કર્મચારીનું માલગાડીની ટક્કરથી ઘટનાસ્થળે જ મોત

રેલવે ટ્રેક ઓળંગી રહેલા કર્મચારીનું માલગાડીની ટક્કરથી ઘટનાસ્થળે જ મોત

પાટણ રેલ્વે સ્ટેશન પર શનિવારે સવારે એક દુ:ખદ ઘટના બની. સ્ટેશનમાં માળી તરીકે ફરજ બજાવતા તેજારામ મગનભાઈ પરમારનું માલગાડીની ટક્કરથી મોત નિપજ્યું હતું. સવારે 9થી 10 વાગ્યા દરમિયાન તેજારામભાઈ વોટરવર્ક્સના બોરને ચાલુ-બંધ કરીને તેમની આઈ.ડબલ્યુ કચેરી તરફ જઈ રહ્યા હતા. તેઓ પ્લેટફોર્મ નંબર 2 તરફ જવા માટે રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા. આ દરમિયાન બીજા નંબરના ટ્રેક પર ભિલડીથી મહેસાણા તરફ જતી માલગાડી આવી ગઈ હતી. માલગાડીની ટક્કરથી તેમને ગંભીર ઈજાઓ થઈ અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં રેલ્વે સ્ટાફ અને મૃતકના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પાટણ રેલવે પોલીસ સ્ટેશન ચોકીના હેડકોન્સ્ટેબલ અને અન્ય કર્મચારીઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધ્યો છે. તેજારામભાઈ સ્ટેશન સંકુલમાં આવેલા રેલ્વે ક્વાર્ટર્સમાં રહેતા હતા. આ દુર્ઘટનાથી પાટણ સ્ટેશનના કર્મચારીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

સંબંધિત સમાચાર