ઊંઝા તાલુકાના કામલી ગામે આવેલ શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થાન ખાતે ઊંઝા તાલુકાના કામલી અને કહોડા જિલ્લા પંચાયત ખાતે સમાવિષ્ટ મહેરવાડા લીહોડા મક્તુપુર સહિતની ગ્રામ પંચાયતોને ઈ રિક્ષા ઘન કચરાના નિકાલ માટે ઈ રિક્ષા અર્પણ કરવામાં આવી હતી. કામલી ગામે 15 માં નાણાપંચની જિલ્લા કક્ષાની 10 ટકાની ગ્રાન્ટમાંથી વર્ષ 2024 - 25 માં ઊંઝા તાલુકાના કામલી અને કહોડા જિલ્લા પંચાયત ખાતે સમાવિષ્ટ ગ્રામ પંચાયતને આજે ઈ-રિક્ષાઓ આપવામાં આવી હતી. જેમાં મહેરવાડા, લીહોડા સહિત ગ્રામ પંચાયતને ઈ-રિક્ષા અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યકમમાં ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, કામલી જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન કનુભાઈ પટેલ, કહોડા જિલ્લા પંચાયત સદસ્ય, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, મહામંત્રી રાહુલજી ઠાકોર સહિત વિવિધ ગામડાઓના સરપંચો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઊંઝા તાલુકાના કામલી ગામે કચરાના નિકાલ માટે વિવિધ ગ્રામ પંચાયતોને ઈ-રિક્ષાઓ અપાઈ

સંબંધિત સમાચાર
મહેસાણાભાવનગર લઠ્ઠાકાંડ: મહેસાણામાં કોંગ્રેસના ધરણાં, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
5 દિવસ પહેલા
મહેસાણાદેવું ચૂકવવાની ઘેલછામાં નકલી નોટોનો ખેલ: વિસનગરમાં કાવતરાનો પર્દાફાશ!
5 દિવસ પહેલા
મહેસાણામહેસાણા એલસીબીની મોટી સફળતા: ઇકો ગાડીમાં મુસાફરોના ખિસ્સા કાપતી સુરતની ગેંગના બે શખ્સો ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
મહેસાણાવિસનગર-મહેસાણા હાઇવે પર હિટ એન્ડ રન: અર્ટિકા કારની ટક્કરે સાયકલ સવાર આધેડનું મોત, ચાલક ફરાર
1 અઠવાડિયા પહેલા
