રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા30 મે, 2026| Super Admin

મહેસાણા કોંગ્રેસમાં ધરખમ ફેરફાર, ગેરશિસ્ત બદલ ૩૩ હોદ્દેદારો સસ્પેન્ડ: ૯ નેતાઓને શૉ કોઝ નોટિસ

મહેસાણા કોંગ્રેસમાં ધરખમ ફેરફાર, ગેરશિસ્ત બદલ ૩૩ હોદ્દેદારો સસ્પેન્ડ: ૯ નેતાઓને શૉ કોઝ નોટિસ

ગુજરાતના રાજકીય વર્તુળોમાં મહેસાણા જિલ્લામાંથી એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિએ પક્ષની વિરુદ્ધ જઈને કામ કરનારા તત્વો સામે કડક વલણ અપનાવીને લાલ આંખ કરી છે. કોંગ્રેસે એકસાથે ૩૩ જેટલા સભ્યો અને હોદ્દેદારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ આકરા પગલાના કારણે કોંગ્રેસના અન્ય કાર્યકરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
 
પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા કેટલાક સમયમાં યોજાયેલી ચૂંટણીઓ અને સંગઠનના આંતરિક કાર્યક્રમો દરમિયાન આ સભ્યોએ પક્ષના સત્તાવાર ઉમેદવારોને નુકસાન થાય તે પ્રકારની પ્રવૃત્તિઓ કરી હોવાનું જણાઈ આવ્યું હતું. પક્ષની ગરિમા અને શિસ્તનો ભંગ કરવા બદલ આ તમામ ૩૩ આગેવાનોને આગામી ૬ વર્ષ માટે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે આ અંગેનો સત્તાવાર પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાર્ટીમાં કોઈપણ પ્રકારની ગેરશિસ્ત સાંખી લેવામાં આવશે નહીં.
 સસ્પેન્ડ થયેલા લોકોની આ યાદીમાં કેટલાક દિગ્ગજ અને જાણીતા નેતાઓના નામ પણ સામેલ છે, જે સ્થાનિક સંગઠન માટે એક મોટો ઝટકો છે. જેમાં સૌથી ચોંકાવનારું નામ ઊંઝા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ડી. ટી. ઝાલાનું છે. તેમને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરીને પક્ષની બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, મહેસાણા, વિસનગર, વડનગર, ઊંઝા અને ખેરાલુ પંથકના અનેક કાર્યકરો અને હોદ્દેદારો પર આ કડક કાર્યવાહીનો કોરડો વીંઝવામાં આવ્યો છે.
 
જિલ્લા કક્ષાએ લેવાયેલા આ મહત્વપૂર્ણ અને કડક નિર્ણયની સંપૂર્ણ માહિતી પ્રદેશ નેતૃત્વને પણ પહોંચાડવામાં આવી છે. જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરે આ સસ્પેન્શન કાર્યવાહીનો લેખિત અહેવાલ અને પત્રની નકલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકને મોકલી આપી છે. સૂત્રોનું માનીએ તો, પક્ષને આંતરિક રીતે નુકસાન પહોંચાડતા લોકો સામે હાઈકમાન્ડની લીલી ઝંડી મળ્યા બાદ જ આ ‘સફાઈ અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે. આ મોટા નિર્ણય બાદ આગામી સમયમાં મહેસાણાના રાજકીય સમીકરણો કઈ દિશામાં આગળ વધે છે, તે જોવું રસપ્રદ રહેશે.

સંબંધિત સમાચાર