રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જૂન, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં કરોડોની રોયલ્ટી ચોરી કરતા રેત માફીયાઓ સામે જિલ્લા ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં

બનાસકાંઠા જિલ્લામાં કરોડોની રોયલ્ટી ચોરી કરતા રેત માફીયાઓ સામે જિલ્લા ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં
કસલપુરા બનાસ નદી માંથી રેતી ચોરી કરતા ૧૧ ડમ્પર ઝડપાયાઃ જેમાં છ ઓવરલોડ અને પાંચ રોયલ્ટી પાસ વિનાના હોવાનું માલુમ પડયું બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીનાં પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન તેમજ દાંતા, અમીરગઢનાં ડુંગરાળ પહાડી વિસ્તારોમાંથી ગેરકાયદે ખનિજ ચોરી કરનારા ખનિજચોરોના પ્રાપે જિલ્લાની કુદરતી સંપદા લૂંટાઈ રહી છે અને સરકારની તિજોરીને પણ આવા ખનિજ માફીયાઓ કરોડોનો ચૂનો લગાવી રહ્યા છે, વર્ષોથી ચાલતી આવી પ્રવુતિઓ અટકાવવા તંત્ર પાસે કોઈ જ નક્કર પ્લાન તૈયાર નથી, માત્ર કેટલીક ફરિયાદોમાં દંડકિય કાર્યવાહી કરી સબ સલામત હોવાનો રાગ જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા અલાપવામાં આવે છે. કંઈક આવી જ ઘટના કાંકરેજ તાલુકામાંથી પણ પ્રકાશમાં આવી છે. કાંકરેજ નાં કસલપૂરા નજીકથી બનાસ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરી ભાગતા ૧૧ ડમ્પર ચાલકોને ૨.૨૦ લાખનો દંડ ફટકારી જિલ્લા ભૂસ્તર વિભાગે પોતાની કામગીરી બદલ સંતોષની લાગણી અનુભવી હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે. સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં રાત્રીના સમયે બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરી થતી હોવાની અનેક ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠવા પામી હતી, ત્યારે કાંકરેજ તાલુકાના કસલપુરા બનાસ નદી પટમાંથી બિનઅધિકૃત રેતી ખનન કરી ભુમાફીયાઓ મસમોટુ કોભાંડ આચરી રહ્યા હોવાની વિગતો મળતાં કાંકરેજ મામલતદારની ટીમે જામપુર કસલપુર નજીકથી ઓવરલોડ અને રોયલ્ટી પાસ વગર ના ૧૧ ડમ્પર રોકાવી પાસ પરમીટ માંગતા પાંચ ડ્રાયવરો પાસે કોઈપણ રોયલ્ટી પાસ ન હતા, જ્યારે ૬ ડમ્પર ડ્રાઇવરોએ ઓવરલોડ રેતી ભરી રેતી ચોરી કરી હોવાનું ખૂલ્યું હતું. ત્યારે મામલતદાર વી.એમ.પટેલે પાલનપુર ખાણ ખનીજ વિભાગમા જાણ કરી આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવતા ખાણ ખનીજ વિભાગના ભુસ્તર શાસ્ત્રી ગુરૂપ્રિતસિંઘના માર્ગદર્શન હેઠળ ભુસ્તર શાસ્ત્રીની ટીમે કસલપુરા નદીમા આવી ઉંડાણપૂર્વકની તપાસ કરતાં પાંચ ડમ્પર રોયલ્ટી પાસ વિનાના હતા અને ૬ ઓવરલોડ રેતી ભરી જઈ રહ્યા હતા, જેથી ભૂસ્તર વિભાગે તમામ ડમ્પર સીઝ કરી કુલ રૂ.૨.૨૦ લાખનો દંડ ફટકારવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. સીઝ કરી તમામ ડમ્પર કસલપુર ખાતે રેતીના પ્લાન્ટ પર મુકવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે.

સંબંધિત સમાચાર